ગાંધીનગર: આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી.રાજ્યમાં પડેલા ભારે વરસાદ તેમજ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહતની સમિક્ષા વિશે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી છે.આ ઉપરાંત કોરના વાયરસની મહામારી અંગે લેવામાં આવતા પગલાં બાબતે સમિક્ષા કરવામાં આવી હતી. વિધાનસભાના ચોમાસા સત્રમાં બોલાવવા અને કામકાજ પર કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત રાજ્ય મંત્રીમંડળે બેઠકમાં મુખ્યમંત્રી સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓની દાદાગીરીને રોકવા માટે અને લોકોને ન્યાય મળે એ માટે કેબિનેટે કાયદાની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ મહેસુલમંત્રી કૌશિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ યોજાયેલી કેબિનેટ બેઠકમાં ભૂમાફિયાઓની દાદાગીરીને રોકવા માટે અને લોકોને ન્યાય મળે એ માટે કેબિનેટે કાયદાની મંજૂરી આપી છે. ગુજરાત જ્યારે દેશમાં રોલ મોડલ છે.ત્યારે વિકાસ માટે જમીનની જરૂરીયાત હોય છે. એટલે દિન-પ્રતિદિન જમીનની કિંમતો વધતી જતી હોય છે તેવા સંજોગોમાં ભૂમાફિયાઓ ખોટા દસ્તાવેજો કરીને જમીન પચાવી પાડતા હોય છે અને રોક લાવવા માટે કેબિનેટે આજે આ કાયદો મંજૂર કરવાનો નિર્ણય લીધો છે.
આ કાયદામાં મુખ્યત્વે આ કેસને લગતી સ્પેશ્યલ અને ખાસ કોર્ટનું આયોજન કરવામાં આવશે.આ કોર્ટ છ માસની અંદર ચુકાદો આપીને દબાણ કરવા વાળા લોકો સામે પગલાં ભરશે.ભૂમાફિયાઓને રોકવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.આગળની પ્રક્રિયા વિભાગ દ્વારા કરવામાં આવશે અને ઝડપથી ગુજરાતમાં કાયદાનું અમલીકરણ થાય તેવી કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત મહેસુલ વિભાગ દ્વારા જમીન માપણી માટે ઓનલાઈન સિસ્ટમ પણ કરવામાં આવી છે.સમય મર્યાદામાં જમીન માપણીનું કામ પૂર્ણ કરવામાં આવશે.ઓનલાઇન પૈસા પણ જમીન માપણી માટેની અરજી સાથે ભરી શકાશે.ગઈકાલથી આખા ગુજરાતમાં ઓનલાઈન જમીન માપણીની ચાલુ કરવામાં આવી છે.
વધુમાં ગુજરાતમાં ધાકધમકી,જોરજબરજસ્તીથી ભુમાફિયાઓ દ્વારા જમીનો પડાવવાના કિસ્સાઓ પર લાખ પ્રયાસો છતાય નિયંત્રણ આવ્યુ નથી.આથી,ગુજરાત સરકારે આવા ભુમાફિયાઓ સામે આકરી કાર્યવાહી કરવા મહેસૂલ વિભાગે એન્ટિ લેન્ડ ગ્રેબિંગ એક્ટ- ૨૦૨૦ ઘડવા વિધેયકનો મુસદ્દો તૈયાર કર્યો હતો.
લેન્ડ ગ્રેબિંગની પ્રવૃત્તિને સખ્તાઇથી ડામી દેવા સરકાર દ્વારા કેટલાક આકરા નિર્ણયો લેવામાં સરકાર કટિબધ્ધ બની છે.ભૂમાફિયાઓને અંકુશમાં લઇ ખેડૂતોના અને કાયદેસરના જમીન માલિકોના હિતોનું રક્ષણ કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બુધવારે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો પ્રસ્તાવ રજૂ કરશે.ઝડપી-પારદર્શી કેસ તપાસ-સુનાવણીથી ભૂમાફિયાઓને સજા આપી નશ્યત કરવા વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટની રાજ્ય સરકાર રચના કરશે. અદાલતમાં કેસ દાખલ થયાના છ મહિનામાં કેસનો નિકાલ કરાશે.
જમીન હડપ કરી જનારા તત્વોને ૧૦ થી ૧૪ વર્ષ સુધીની જેલ-સજા થશે- જમીનની જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવો પડશે.લેન્ડ ગ્રેબર ઉપર બર્ડન ઓફ પ્રૂફની જવાબદારી રહેશે. આ કાયદા હેઠળના ગૂનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા થશે.


