લખનૌ : ઉતરપ્રદેશમાં હવે રાજયના મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથે ‘લવ-જેહાદા’ ને ડામી દેવા માટે સખ્ત કાનૂન બનાવવાની જાહેરાત કરી છે.યોગીએ કહ્યું કે કોઈપણ યુવાનીને પ્રેમ-જાળમાં ફસાવીને પછી તેની સાથે લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવવું તે અપરાધ ગણાશે.યુપીમાં આ પ્રકારના કૃત્ય વધતા જાય છે.
એક ધર્મના યુવકો પક્ષની અસલી ઓળખ છુપાવશે પછ અને પરણીત હોવા છતાં અન્ય ધર્મની યુવતીઓને ફસાવે છે અને તેને પછી બ્લેકમેલ કરીને કે પછી ધાક ધમકી આપી યેન-કેન પ્રકારની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવી લે તે સરકાર કાનૂની ગણશે નહી અને તેમાં હવે સખ્ત કાનૂની સજા થશે.
કાનપુરમાં હાલમાં જ એક લવજેહાદના કેસમાં વિવાદ બાદ આ નિર્ણય લેવાયા છે.યુવતીને એ કબુલ કરવા બળજબરી થઈ કે તે સંમતીની તેની પસંદગીના યુવક સાથે ગઈ છે પણ બાદમાં પોલીસ તપાસમાં સત્ય સામે આવી ગયું હતું.
પોતે પરણેલો હોય કે મુસ્લિમ હોય અને હિન્દુ યુવતીને અંધારામાં રાખીને ફસાવી લે એવા લવ જિહાદના કિસ્સાઓમાં કડક હાથે કામ લેવાની તાકીદ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યની પોલીસને કરી હતી.એક અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશમાં લવ જિહાદના કિસ્સા વધી રહ્યા હતા.તાજેતરમાં એકલા કાનપુરમાં પાંચ કિસ્સા બન્યા હોવાના અહેવાલો મિડિયામાં પ્રગટ થયા હતા.
યોગીએ પોતાના ગૃહ ખાતાને અને પોલીસને જણાવ્યું હતું કે આવા કિસ્સા વધતા રોકવા માટે એક ખાસ કાર્યયોજના તૈયાર કરો અને હિન્દુ યુવતીઓને ભોળવનારા સામે કડક હાથે કામ લો. પોતે મુસ્લિમ હોય છતાં હિન્દુ હોવાનો દેખાવ કરે અથવા પરણેલો હોવા છતાં કુંવારો હોવાના દાવા કરીને હિન્દુ યુવતીને ફસાવે એવા કિસ્સામાં કડક હાથે કામ લેવાની સૂચના પણ યોગીએ આફી હતી.કાનપુરમાં બનેલા પાંચ બનાવો પછી લોકોએ દેખાવો પણ કર્યા હતા અને એક પીડિતા યુવતીની વિડિયો ક્લીપ પણ ફરતી થઇ હતી.આ ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી.ઉપરાંત લખીમપુર અને મેરઠમાં બે યુવતીની હત્યા પણ થઇ હતી.
આ બે ઘટના ઉપરાંત લવ જિહાદના કહેવાય એવા પાંચ કિસ્સા કાનપુરમાં બન્યા હોવાના અહેવાલો પ્રગટ થા હતા.રાજ્યનો સાંપ્રદાયિક માહૌલ ખરાબ ન થાય એ રીતે જવાબદારો સામે કડક પગલાં લેવાની તાકીદ યોગીએ કરી હતી.
ધર્મની આડમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચારો કોઇ પણ રીતે ઘટવા જોઇએ એવું યોગીએ કહ્યું હતું.તેમણે કહ્યું કે જ્યાં પણ કોઇ યુવતીને સત્ય હકીકતોથી અજાણ રાકીને ફસાવવાની ઘટના સામે આવે ત્યાં તરત અને કડક પગલાં લેવા એમ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું