– છેલ્લા પાંચ દિવસમાં ભૂકંપે મુંબઈ આસપાસના વિસ્તારોને પાંચ વખત ધ્રુજાવ્યા
મહારાષ્ટ્ર્રમાં મુંબઈની આસપાસના વિસ્તારમાં ફરી એક વખત ભૂકંપના ઝાટકા અનુભવાયા છે.આજે સવારે મુંબઈની આસપાસના વિસ્તારમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા.રિકટર સ્કેલ અનુસાર ભૂકંપની તીવ્રતા ૩.૫ની માપવામાં આવી છે.
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર,ભૂકપં મુંબઈથી ૯૮ કિલોમીટર દૂર ઉત્તરમાં વહેલી સવારે ૩.૫૭ વાગ્યે આવ્યો હતો.નોંધનીય છે કે સોમવારથી માંડીને શુક્રવાર સુધીના છેલ્લા પાંચ દિવસમાં આજે પાંચમી વખત ભૂકંપે મહારાષ્ટ્ર્રની ધરાને ધ્રુજાવી છે.મહારાષ્ટ્ર્રના નાસિકમાં મંગળવાર અને બુધવારના રોજ ભૂકંપના ત્રણ ઝાટકા અનુભવાયા હતા.મંગળવાર સવારે પણ સતત બે વખત અનુભવાયેલા ભૂકંપના ઝાટકા બાદ બુધવારના રોજ ફરી એક વખત ભૂકપં આવ્યો હતો.રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૨ માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપના ઝાટકા વહેલી સવારે ૪.૧૭ વાગ્યે અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર નાસિકથી ૯૩ કિલોમીટર પશ્ચિમ તરફ હતું.
નોંધનીય છે કે મુંબઈ સહિત દેશના પશ્ચિમી તટ પર સોમવારે સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપના ઝાટકા સવારે આઠ વાગ્યાની આસપાસ અનુભવાયા હતા.ભૂકંપનું કેન્દ્ર મુંબઈથી ૧૦૨ કિલોમીટરના અંતર પર હતું.રિકટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૫ જાણવા મળી છે.