જીવલેણ કોરોનાની મહામારી વચ્ચે ભાજપની રેલીથી સંક્રમણ વધતાં કોંગ્રેસેભાજપ પર નિશાન સાધ્યુ છે.કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કમલમને કોરોનાનુ કેન્દ્રબિંદુ અને ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન પાટીલને સુપર સ્પ્રેડર ગણાવ્યાં છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન પાટીલને સુપર સ્પ્રેડર ગણાવ્યાં
ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલે સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં રેલી યોજતાં વિરોધપક્ષ કોંગ્રેસને જાણે રાજકીય ભાથુ મળ્યુ છે.કોંગ્રેસના જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એવો આક્ષેપ કર્યો છેકે, સામાન્ય જનતા માસ્ક ન પહેરે અથવા સોશિયલ ડિસટન્સનો ભંગ કરે તો,દંડ ફટકારવામાં આવે તો પછી રેલી-જાહેર કાર્યક્રમમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ માસ્ક પહેરતાં નથી તો દંડ કેમ લેવાતો નથી. શું ભાજપ માટે આ બધાય કાયદા નથી. દંડની જોગવાઇ ભાજપને લાગુ ન પડે.
શું ભાજપ માટે આ બધાય કાયદા નથી. દંડની જોગવાઇ ભાજપને લાગુ ન પડે
આજે હજારોની ભીડ એકત્ર કરી કોરોનાનું સંક્રમણ વધારવાનુ કામ ભાજપના પ્રદેશ પ્રમુખ કરી રહ્યાં છે ત્યારે સરકાર-પોલીસ કેમ મૌન ધારણ કરીને બેઠી છે તે સમજાતુ નથી. આમજનતાને કોરોનામાં સપડાવનારાં સી.આર.પાટીલને સુપરસ્પ્રેડર ન ગણી શકાય.આજે કમલમાં જ કોરોનાનું કેન્દ્રબિંદુ બન્યુ છે. આમ, કોરોનાનુ સંક્રમણ વધતાં પાટીલની રેલીએ રાજકીય વિવાદ ચગાવ્યો છે.