PM નરેન્દ્ર મોદી પર અસીમ કૃપા છે કે વાહે ગુરુજીએ તેમની સેવા લીધીઃ અમિત શાહ

291

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શ્રી હરમંદિર સાહિબ માટે FCRAની મંજૂરીના નિર્ણયને આવકાર્યો તથા આ નિર્ણયને પથદર્શક અને ઐતિહાસિક ગણાવ્યો હતો.અમિત શાહે ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે,દરબાર સાહિબની દિવ્યતા આપણને શક્તિ આપે છે.દાયકાઓથી,વિશ્વવ્યાપી સંગત અહીં સેવા આપવા માટે અસમર્થ હતું.મોદી સરકાર દ્વારા શ્રી હરમંદિર સાહિબ ખાતે FCRAની મંજૂરી આપવાના નિર્ણયથી વૈશ્વિક સ્તરે સંગત અને દરબાર સાહિબ વચ્ચે સેવાનું જોડાણ વધુ ઘનિષ્ઠ બનશે.આ આશીર્વાદની ઘડી છે!

કેન્દ્રીય ગૃહમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અસીમ કૃપા છે કે,વાહે ગુરુજીએ તેમની સેવા લીધી.શ્રી હરમંદિર સાહિબ ખાતે FCRAની મંજૂરીનો નિર્ણય ખરેખર પથ દર્શક બનશે અને આપણા શીખ ભાઇઓ અને બહેનોની ઉત્કૃષ્ટ સેવાની લાગણી ફરી એકવાર દર્શાવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા 9 સપ્ટેમ્બર, 2020ને બુધવારના રોજ, પંજાબ ખાતે આવેલા સચખંડ શ્રી હરમંદિર સાહિબ,દરબાર સાહિબને નોંધણીની મંજૂરી આપવામાં આવી હતી. આ સંગઠન દ્વારા 27.05.2020ના રોજ વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (FCRA), 2010 અંતર્ગત નોંધણી માટે અરજી કરવામાં આવી હતી. આ નોંધણી માન્ય રાખવામાં આવી તે તારીખથી શરૂ કરીને પાંચ વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે.

સચખંડ શ્રી હરમંદિર સાહિબ, દરબાર સાહિબ, પંજાબને નોંધણી માટે મંજૂરી આપ્યા પહેલાં,આ સંગઠનની અરજીની FCRA, 2010 અને વિદેશી યોગદાન (નિયમન) કાયદા, (FCRR), 2011માં ટાંકવામાં આવેલી જોગવાઇઓના અનુપાલન પ્રમાણે ચકાસણી કરવામાં આવી હતી.સંબંધિત સ્રોતો પાસેથી પ્રાપ્ત થયેલા વિવિધ ઇનપુટ અને સંગઠન દ્વારા અરજી સાથે જમા કરાવવામાં આવેલા દસ્તાવેજો પરથી સ્થાપિત થયું હતું કે,આ સંગઠન FCRA, 2010 અંતર્ગત ઉલ્લેખ કરવામાં આવેલા માપદંડો અને તે અંતર્ગત આવતા કાયદા પરિપૂર્ણ કરે છે.

સચખંડ શ્રી હરમંદિર સાહિબ, દરબાર સાહિબ નામનું સંગઠન પંજાબના અમૃતસર ખાતે આવેલા સુવર્ણ મંદિર તરીકે વધુ પ્રચલિત છે જેનું નિર્માણ 1925માં ગુરુદ્વારા અધિનિયમ,1925 અંતર્ગત જાહેર જનતા/ ભક્તો માટે સતત વિનામૂલ્યે લંગર સેવા,ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને નાણાકીય સહાય,વિદ્યાર્થીઓને આર્થિક સહાય, જરૂરિયાતમંદ લોકોને દવાઓ માટે આર્થિક સહાય અને કુદરતી આપત્તિઓની સ્થિતિમાં રાહત સેવા આપવાના ઉદ્દેશથી કરવામાં આવ્યું હતું.આ સંગઠનને આ તમામ ઉદ્દેશો પૂરાં કરવા માટે સ્થાનિક સ્તરે દાન પ્રાપ્ત થઇ રહ્યું હતું.હવે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મંજૂરી મળી ગઇ હોવાથી આ સંગઠન વિદેશમાંથી પણ યોગદાન પ્રાપ્ત કરી શકશે અને ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલા ઉદ્દેશો માટે FCRA, 2010માં આપવામાં આવેલી જોગવાઈઓના અનુપાલન સાથે આ યોગદાનનો ઉપયોગ કરી શકશે.

Share Now