બેકાબુ કાળમુખા કોરોનાએ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે સુરત શહેર અને જીલ્લાની,તો સુરતની સકલ કોરોનાનાં કહેરમાં બદસુરત જોવામાં આવી રહી છે.વઘતા સંક્રમણના કારણે સુરત તંત્ર હવે કોરોના સામેની લડાઇમાં કમરકસીને મેદાને ઉતર્યુ હોય તેવી રીતે કોરોના સામે અને કોરોનાને રોકવા મોટ કડક હાથે કામ લેતું જોવામાં આવી રહ્યું છે.
સુરતમાં કોરોના પર અંકુશ માટે નવી સ્ટ્રેટેજી તંત્ર દ્વારા અપનાવવામાં આવી છે.હાઇ રિસ્ક ઝોનમાં હવેથી શનિવાર અને રવિવારે સ્ટ્રીટ ફૂડ વેચાણ બંધ કરવાનું તંત્ર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે.રાંદેર અને અઠવા ઝોનમાં સ્ટ્રીટ ફૂડ બંધ કરાશે.
ખાણીપીણીની લારીઓ પર સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાનાં કારણે કોરોના સંક્રમણ વધવાની વકીનાં પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.મોડી રાત સુધી લારી ચાલુ રહેતા અને કોરના માર્ગદર્શીકાનાં ઘચીયા ઉડતા કોરોનાનું સંક્રમણ વધે છે,ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ મામલે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને શનિ-રવિ મનપા દ્વારા સ્ટ્રીટ ફૂડ વેચાણ બંધની કડક અમલવારી કરાવાશે.