વિશ્વનો એક માત્ર એવો નાઈટ કલબ કે જ્યાં લોકો સંસ્કૃત ગીતો ઉપર કરી રહ્યાં છે ડાન્સ, જાણો શું છે તેની ખાસીયતો

290

સામાન્ય રીતે નાઇટ ક્લબની અંદર હિંદી,ઇંગલિશ,પંજાબી ગીત વાગતા હોય છે,જેના પર લોકો ડાન્સ કરે છે.પરંતુ શું તમે ક્યારેય એવા નાઇટ ક્લબ વિશે સાંભળ્યું છે જ્યાં સંસ્કૃત ગીતો વાગતા હોય અને લોકો તેના પર ડાન્સ કરતા હોય.વાત સાંભળીને તમને આશ્ચર્ય થયું હશે પરંતુ દુનિયામાં આવો કલ્બ પણ છે.તમને થશે સંસ્કૃતની વાત છે એટલે આવો ક્લબ તો ભારતની અંદર જ હોવો જોઇએ.જો તમે આવુ વિચારતા હોવ તો ખોટા છો તમે.

આ ધૂન ઉપર લોકો મનમુકીને કરે છે નાચ

આ દેશનું નામ છે આર્જેન્ટિના. તેની રાજધાની બ્યૂનસ આયર્સમાં ગ્રોવ નામનો એક નાઇટ ક્લબ છે.જ્યાં ગણેશ શરણમ,ગોવિંદા ગોવિંદા,જય જય રાધા રમણ હરી બોલ અને હરે કૃષણા જેવા ગીત વાગે છે.આર્જેન્ટીનામાં આવેલો આ નાઇટ ક્લબ દરેક રીતે અનોખો છે.આ નાઇટ ક્લબ કંઇ નાનો નથી,પરંતુ તેમાં એક સાથે 800 લોકો ડાન્સ કરી શકે તેટલો વિશાળ છે.

કલબમાં દારૂ નથી મળતો અને નથી થતું ધુમ્રપાન

વિશ્વનાથ નામના એક ભારતીય રાજદૂત 2012ના વર્ષમાં આર્જેન્ટિના ગયા હતા.તેમણે આ નાઇટ ક્લબ વિશે જણાવ્યું કે તે નાઇટ ક્લબમાં નથી દારુ મળતો કે નથી ધૂમ્રપાન થતું. આ નાઇટ ક્લબમાં ડ્રગ્સ ઉપર પણ પ્રતિબંધ છે,ઉપરાંક માંસ કે માછલીની પણ મનાઇ છે. ક્લબની અંદર માત્ર સોફ્ટ ડ્રિંક્સ, ફળ અને શાકાહારી ખોરાક મળે છે.

Share Now