સાત નવા રૂટ પર બુલેટ ટ્રેન માટે મોદી સરકારની તૈયારી! 10 લાખ કરોડનો ખર્ચ થશે

263

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે દિલ્હી-વારાણસી અને દિલ્હી-અમદાવાદ સહિત સાત નવા રૂટો પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવાની સંભાવના પર કામ શરૂ કર્યું છે.આ માટે લગભગ 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.કોરોના સંકટ વચ્ચે પણ આ સંદર્ભે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે.

બનારસને બે બુલેટ ટ્રેન મળી શકે છે

આર્થિક અખબારના સમાચાર અનુસાર, દિલ્હી-વારાણસી (865 કિ.મી.), મુંબઇ-નાગપુર (753 કિ.મી.), દિલ્હી-અમદાવાદ (886 કિ.મી.), ચેન્નાઇ-મૈસુર (453 કિ.મી.), દિલ્હી-અમૃતસર (459 કિ.મી.), મુંબઈ – હૈદરાબાદ (711 કિ.મી.) અને વારાણસી-હાવડા (760 કિ.મી.) રૂટ ઉપર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવાની સંભાવના પર સરકારે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરવા આદેશ આપ્યો છે. આ પર લગભગ 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે.

એટલે કે, બનારસ બે બુલેટ ટ્રેન મેળવી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે તાજેતરમાં મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે કોરોના સંકટને કારણે મુંબઈ-અમદાવાદનો દેશનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વિલંબ થઈ શકે છે.

મુંબઇ-અમદાવાદ રૂટ વિલંબમાં છે

નોંધનીય છે કે તાજેતરમાં રેલ્વે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ વી.કે. યાદવે કહ્યું હતું કે,મુંબઈ-અમદાવાદ રૂટ પર બુલેટ ટ્રેન યોજનાની સમયમર્યાદા પર પુનર્વિચારણા થઈ શકે છે કારણ કે કોરોના સંકટને કારણે પ્રોજેક્ટ માટે જમીન સંપાદન મોડુ થયું હતું.તેમણે કહ્યું કે,આગામી ત્રણથી છ મહિનામાં એક નિશ્ચિત સમયરેખા બહાર આવશે.

ડિસેમ્બર 2023ની અંતિમ તારીખ અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે નક્કી કરવામાં આવી છે,પરંતુ એવું લાગતું નથી કે આ પ્રોજેક્ટ આ સમયમર્યાદા પર પૂર્ણ થશે.

Share Now