નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની એન્જીનિયરિંગ કંપની ભારત હેવી ઈલેક્ટ્રીકલ્સ લિમિટેડ (BHEL)એ મૈગલેવ ટ્રેનને ભારત લાવવા માટે સ્વિસરેપિડે એજી સાથે કરાર કર્યા છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે,પોતાના કારોબારના વિવિધીકરણ કરતા શહેરી પરિવહનમાં પોતાની પહોંચ વધારવા માટે ભેલે સ્વિસરેપિડે સાથે એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા છે. જે હેઠળ કંપની મેગલેવ (મેગ્નેટિક લેવિટેશન પર ચાલતી ટ્રેન) ટ્રેનને ભારત લવાશે.
મેગ્લેવ ટ્રેન સિસ્ટમમાં ટ્રેન પાટા પર દોડવાને બદલે હવામાં રહે છે. આનું કારણ એ છે કે ટ્રેનને મેગ્નેટિક ફીલ્ડ ઇફેક્ટ દ્વારા નિયંત્રિત કરવામાં આવી હોય છે,તેથી તેનો ટ્રેક સાથે સીધો સંપર્ક નથી હોતો.આ સિસ્ટમ ખૂબ ઉર્જા કાર્યક્ષમ છે અને 500 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન ચલાવવા માટે સક્ષમ છે.આ રીતે તે ધીમે ધીમે ટ્રેન સિસ્ટમના કુલ ખર્ચને ઘટાડે છે.
ભેલે કહ્યું કે આ કરાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. આ કરારથી ભેલ આ વિશ્વ-વર્ગની તકનીકને ભારતમાં લાવશે,સ્વદેશી વિનિર્માણ બનાવવામાં સક્ષમ બનશે.
સ્વિસરેપિડ એજી પાસે આંતરરાષ્ટ્રીય મેગ્લેવ રેલ પ્રોજેક્ટ્સ અને સંબંધિત તકનીકીઓના પ્રમોશન,પ્રોજેક્ટ મેનેજમેન્ટ,પ્લાનિંગ,સ્પેસીફિકેશન,ડિઝાઇન,ઈમ્પ્લીમેન્ટેશન અને કમિશનિંગમાં નિપુણ છે.તે વિશ્વની એક માત્ર સ્થાપિત અને કોમર્શિયલ પ્રુવન અલ્ટ્રા હાઇ સ્પીડ મેગલેવ રેલવે સિસ્ટમ ‘ટ્રાંસરેપિડ મેગ્લેવ’ તકનીકીમાં અનન્ય સ્થાન ધરાવે છે.તે જ રીતે,ભેલ નવી ટેકનોલોજીમાં અગ્રેસર છે અને છેલ્લા પાંચ દાયકાથી ભારતીય રેલ્વેના વિકાસમાં વિશ્વસનીય ભાગીદાર છે.ભેલ રેલ્વેને ઇલેક્ટ્રિક અને ડીઝલ એન્જિન, ઇલેક્ટ્રિકલ મલ્ટિપલ યુનિટ અને પ્રોપલ્શન સિસ્ટમ સેટ પૂરા પાડે છે.