By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: તિરૂવનંતપુરમ એરપોર્ટ અદાણીને સોંપાતા કેરળ સરકાર સુપ્રીમમાં પહોંચી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > તિરૂવનંતપુરમ એરપોર્ટ અદાણીને સોંપાતા કેરળ સરકાર સુપ્રીમમાં પહોંચી
GeneralNational

તિરૂવનંતપુરમ એરપોર્ટ અદાણીને સોંપાતા કેરળ સરકાર સુપ્રીમમાં પહોંચી

HM News
Last updated: 22/02/2020 4:22 PM
HM News
5 years ago
Share
SHARE

ન્યુ દિલ્હી,તા.૨૨
તિરૂવનંતપુરમનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝને સોંપવાના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(એએઆઇ)ના નિર્ણયને કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી, ૨૦૧૯માં અદાણી એન્ટરપ્રાઇઝ ૫૦ વર્ષ સુધી તિરૂવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલન અને ઓપરેશનની કામગીરી માટેની બોલી જીતી લીધી હતી. કેરળ સરકારે આ સંદર્ભમાં કેરળ હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી. કેરળ હાઇકોર્ટે રાજ્ય સરકારની આ અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે આ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ હોવાથી અરજકર્તાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી જોઇએ.
સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી આગામી સપ્તાહમાં થવાની શક્યતા છે. કેરળ સરકારે ત્રીજી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અંગે અદાણી એન્ટરપ્રાઇઝનો સંપર્ક સાધવામાં આવતા તેમનો પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેસ કોર્ટમાં ચાલતો હોવાથી હાલમાં આ અંગે કોઇ પણ ટિપ્પણી કરી શકાય તેમ નથી.
બોલી દરમિયાન અદાણીએ યાત્રી દીઠ ૧૬૮ રૂપિયા, રાજ્ય સરકારની માલિકીના કેર સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (કેએસઆઇડીસી)એ યાત્રી દીઠ ૧૩૫ રૂપિયા અને જીએમઆર ગ્રુપે ૬૩ રૂપિયા ચુકવવાની ઓફર કરી હતી.

સુરતના ડૉક્ટરની ચેતવણી, તાત્કાલિક ઓક્સિજન નહીં મળે તો ઘણા લોકોનો જીવ જોખમમાં
રમઝાનનો પ્રારંભ : ભારતમાં ક્યારથી થશે રોજાની શરૂઆત, જાણો ઇફ્તારીનું કેલેન્ડર
રામમંદિર નિર્માણ માટે 600 કરોડનું દાન મળ્યું
અગ્નિપથઃ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ‘અગ્નિવીરો’ માટે કરી મહત્વની જાહેરાત
બિલ મેલિન્ડા ગેટ્સ ફોઉન્ડેશને બિહાર માટે ૧૫,૦૦૦ કોરોના ટેસ્ટ કિટ મોકલી
TAGGED:કેરળ સરકાર સુપ્રીમતિરૂવનંતપુરમ એરપોર્ટ
Share This Article
Facebook Email Print
Previous Article દિલ્હીમાં મેલેનિયા સ્કૂલના બાળકોને મળશે : કેજરીવાલ-સિસોદિયાનું નામ ‘આઉટ’
Next Article કોંગ્રેસ નેતા શશિ થરૂરને વિદેશ પ્રવાસ જવા દિલ્હી કોર્ટે મંજૂરી આપી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up