ચોંકાવનારો ખુલાસો : ભારતમાં 62 ટકા મહિલા એપ્સનો ઉપયોગ સેક્સ ટેક્સ્ટ મેસેજ કરવા કરે છે

480

ભારતમાં આજે દરેકના હાથમાં સ્માર્ટફોન હોય છે.સોશિયલ એપ્સનો ઉપયોગ પણ વધ્યો છે.આ સોશિયલ એપ્સના ઉપયોગ અંગે થયેલા અભ્યાસના ચોંકાવનારાં પરિણામો સામે આવ્યાં છે.ભારતમાં 19 ટકા મહિલા એપ્સનો ઉપયોગ ડેટિગ પાર્ટનર શોધવા કરતી હોય છે.તે લાંબાગાળાના કે ટૂંકાગાળાના પાર્ટનરની ખોજમાં હોય છે. ભારતમાં આ આંકડો 19 ટકા છે તો વિશ્વમાં 21 ટકા મહિલા ડેટિંગ પાર્ટનર શોધવા એપ્સનો ઉપયોગ કરતી હોય છે.

આ અભ્યાસમાં ચોંકાવનારી એવી હકીકત સામે આવી છે કે ભારતમાં સ્માર્ટફોન ઉપયોગ કરનારી 62 ટકા મહિલા પોતાના મોબાઇલ પરથી સેક્સ ટેક્સ્ટિંગ (સેક્સી તસવીરો અને મેસેજ મોકલવા) કરતી હોય છે.આંતરરાષ્ટ્રીય અભ્યાસુ રુચિકા ઉનિયાલના અહેવાલમાં આ હકીકત સામે આવી છે.

જર્નલ પ્લસ વનમાં આ અભ્યાસનાં તારણો બહાર પડી ચૂક્યાં છે.ભારત સહિત 191 દેશોની કુલ 1,30,88૫ મહિલાઓને ઓનલાઇન પ્રશ્ન પૂછીને આ સંશોધન કરવામાં આવ્યું છે. તેમાં ભારતની 23,039 મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

મહિલાએના જવાબની સમીક્ષાને અંતે જાણકારી મળે છે કે જે દેશમાં મહિલાઓ સાથે લૈગિંક અસમાનતા વધુ છે તે દેશમાં સેક્સ પાર્ટનર શોધવા મોબાઇલનો ઉપયોગ ઓછો થાય છે,પરંતુ તે દેશની ચાર ગણી વધુ મહિલાઓ સેક્સ ટેક્સ્ટિંગ માટે એપનો ઉપયોગ કરી રહી છે.

21થી 24 વર્ષની તરુણી એપ્સ ઉપયોગ સૌથી વધુ કરે છે

સંશોધનના આંકડા મુજબ 4362 અર્થાત 19 ટકા મહિલાએ તે વાતનો સ્વીકાર કર્યો હતો કે તે મોબાઇલ એપનો ઉપયોગ સેક્સ પાર્ટનર શોધવા કરતી હોય છે.તે મહિલાઓ 18થી ૫4 વર્ષની વય ધરાવતી હોય છે.જોકે 21થી 24 વર્ષની તરુણી ડેટિંગ એપનો સૌથી વધુ ઉપયોગ કરતી હોય છે.તે પૈકી 29 ટકાએ કહ્યું કે માત્ર ઉપલક આનંદ માટે જ પાર્ટનર શોધતી હોય છે.44 ટકા મહિલા ટૂંકાગાળાના ડેટિંગ પાર્ટનર તો 37 ટકા મહિલા લાંબાગાળાના પાર્ટનર શોધતી હોય છે. 62 ટકા મહિલાએ કહ્યું કે સેક્ટ ટેક્સ્ટ મોકલે છે.

Share Now