ઓહ ગોડ ! શું આ પણ એક્ટ ઓફ ગોડ છે ? કેન્દ્ર સરકારનું જાહેર દેવુ રૂા.100 લાખ કરોડને પાર કરી ગયુ

381

નવી દિલ્હી તા.19 : કેન્દ્રની મોદી સરકાર માટે કોરોના સંક્રમણ ભારે પડે તેવા સંકેત છે અને સરકારનું કુલ દેવુ જૂનના અંત સુધીમાં 101.3 લાખ કરોડનું થઈ ગયું છે જે માર્ચ માસમાં રૂા.94.6 લાખ કરોડનું હતું અને હજુ પણ સરકારની આવકમાં જે રીતે ગાબડા દેખાઈ રહ્યા છે તેથી દેવુ નવા રેકોર્ડ બનાવે તેવા સંકેત છે.ગત વર્ષે જૂનના અંતમાં કેન્દ્રનું દેવું રૂા.88.18 લાખ કરોડનું હતું.આમ કોરોનાએ સરકાર માટે નાણાંકીય ચિંતા વધારી છે જે સરકારનું કુલ દેવુ છે તેમાં 28.6 ટકા રકમ એ સરકારી સીકયોરીટી કે જામીનગીરી છે જે આગામી પાંચ વર્ષ પુર્વે ડયુ થઈ જશે.

જયારે 39 ટકા રકમ કોમર્સીયલ બેન્ક 26.2 ટકા ઈુસ્યોરન્સ કંપની પાસેથી મેળવેલી રકમ છે.ચાલુ માસના પ્રથમ કવાર્ટરમાં જ ગવર્નમેન્ટ સરકારે રૂા.3.46.000 કરોડની ડેટેડ સીકયુરીટી એટલે કે ચોકકસ તરીકે મેચ્યોર થાય કે પેમેન્ટ ડયુ થાય તેવી સરકારી જામીનગીરી વેચી હતી. જે એક વર્ષ અગાઉ રૂા.221000 કરોડ હતી. સરકારે એકંદરે આ તમામ દેવુ આગામી 14.5 વર્ષમાં ભરપાઈ કરવાનું છે.કેન્દ્ર સરકારે રૂા.80 હજાર કરોડની રકમ કેસ મેનેજમેન્ટ બીલ મુજબ મેળવી હતી. એપ્રિલ-જૂનના સમયગાળા દરમ્યાન ફીસ્કલ ડેફીસીટ રૂા.662363 કરોડની રહી છે

જે બજેટ એસ્ટીમેટના 83.2 ટકા છે અને ગત વર્ષ કરતા વધુ છે. સરકારની ગ્રોસ ફીસ્કલ ડેફીસીટ રૂા.796337 કરોડ એટલે કે જીડીપીના 3.5 ટકા છે જે સરકારના પોતાના નાણાંકીય શિસ્ત મુજબ જીડીપીના 3.3 ટકાથી વધવી જોઈએ નહી.હજુ કોરોના સંક્રમણ પુરુ થયુ નથી અને તેથી સરકાર માટે ચિંતાજનક છે.વિશ્વમાં જાહેર દેવામાં ભારતનો નંબર ચોથો આવે છે.અમેરિકા એ જીડીપીના 90.5 ટકા બ્રિટને 85.7 ટકા, દક્ષિણ આફ્રિકાએ 56.7 ટકા અને ભારતે જીડીપીના 43.9 ટકાનું દેવું કર્યુ છે.

Share Now