બારડોલી : સુરત જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. શનિવારના રોજ જિલ્લામાં 61 કેસ નોંધાયા છે.કોરોના દર્દીઓનો આંક સતત વધી રહ્યો છે જેને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે.
સુરત જિલ્લામાં આજરોજ કોરોનાના 61 કેસ નોંધાયા છે.જેમાં સૌથી વધુ કામરેજ તાલુકામાં 19 જ્યારે બારડોલી તાલુકામાં 14 કેસ નોંધાયા છે.ઓલપાડ તાલુકામાં 08, માંગરોળ તાલુકામાં 04, પલસાણા તાલુકામાં 06,ચોર્યાસી તાલુકામાં 08, માંડવી તાલુકામાં 02 કેસ નોંધાયા છે.જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈ લોકો ચિંતિત બન્યા છે.


