શું દીપિકા પણ છે નેશેડી ? ડ્રગ્સ કેસમાં દીપિક પાદુકોણનું નામ, ફિલ્મ ઇન્ડ. ના રૂ.600 કરોડ દાવ પર લાગ્યા

295

બોલિવુડના ડ્રગ્સ કનેકશનમાં દીપિકા પાદુકોણનું નામ સામે આવ્યા પછી માંધાતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.દીપિકાની કારકિર્દી પર અસર પડે તેવી શક્યતા છે. હાલ હિંદી સિનેમામાં તેના પર લગભગ રૂપિયા ૬૦૦ કરોડનો દાંવ લાગ્યો છે. જેમાં તેની બે ફિલ્મો અને ૩૩ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ સામેલ છે.

દીપિકા પાસે પ્રોડયુસર મધુ મૅતેનાની એક ફિલ્મ છે જેની કોસ્ટ લગભગ રૂપિયા ૨૦૦ કરોડ આંકવામાં આવે છે. આ ઉપરાંત દિગ્દર્શક શકુન બાત્રાની એક ફિલ્મ છે જેના માટે રૂપિયા ૮૦-૯૦ કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે.જ્યારે તેની પાસે લગભગ રૂપિયા ૩૦૦ કરોડની વેલ્યુ ધરાવતા ૩૩ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ છે.

એક ટ્રેડ એનાલિસ્ટના અનુસાર દીપિકા દરેક એન્ડોર્સમેન્ટ માટે રૂપિયા ૮-૧૨ કરોડ ચાર્જ કરે છે.ટ્રેડ એનાલિસ્ટોના અનુસાર દીપિકાની કારકિર્દી પર ભારી અસર પડવાની શક્યતા છે.તે સેલિબ્રિટિ હોવાથી તેમજ એક ટોચની સફળ અભિનેત્રી હોવાથી તેના મામલે જાણવા સહુ કોઇ ઉત્સુક છે.તેની ફિલ્મો પર પણ કલેકશન પર અસર પડી શકે એમ છે.

અન્ય એક ટ્રેડ પંડિતના અનુસાર, સંજય દત્ત પણ ડ્રગ્સ અને આતંકવાદી ગતિવિધિયોમા સામેલ હતો.તેમ છતાં તેને સ્વીકાર કરવામાં આવ્યો હતો. તેથી એવું લાગી રહ્યું છે કે ફિલ્મોના ફ્રન્ટ પર દીપિકાને કોઇ નુકસાન નહીં થાય.પરંતું વિજ્ઞાપનો બાબતે જરૂર હાનિ પહોંચશે.

ટ્રેડ નિષ્ણાંતના અનુસાર,ડ્રગ્સનું સેવન કરનારાઓને જેલની સજા થતી નથી હોતી.આ ઉપરાંત તેની વોટ્સએપ ચેટથી પુરવાર કરવાનું હજી બાકી છે.બીજું એ કે જેઓ ડ્રગ્સનું ટ્રેડિંગ કરતા હોય છે તેમનીે ચોક્કસ કારાવાસ ભોગવવો પડે છે.જોકે હવે જોવાનું એ છે કે,દીપિકા પોતાના ચાહકો અને દર્શકોને હવે કઇ રીતે આત્મવિશ્વાસમાં લેશે.

Share Now