અમદાવાદ : ગ્રાન્ટ થોર્નટને નાદાર જાહેર થયેલ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન સામેનો ફોરેન્સિક રિપોર્ટ જાહેર કરી દીધો છે.આ રિપોર્ટમાં કહેવામાં આવ્યા અનુસાર કંપનીએ સોફ્ટવેરનો ઉપયોગ કરીને સમગ્ર કૌભાંડ આચર્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નકલી કર્જદારો પાસેથી નકલી લેવડ દેવડ છુપાવવા માટે અલગ અલગ લોન એકાઉન્ટિંગ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે આ સોફ્ટવેરથી કંપનીના એડિટર્સ અને રેગ્યુલેટર્સને આવક જોવા મળી નહોતી.રિપોર્ટ અનુસાર કંપનીએ કોડતૈયાર કરવા માટે ફોક્સપ્રો સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો.
આ ફોક્સપ્રો સોફ્ટવેરની મદદથી કંપનીએ 2,60,315 બનાવટી હોમ લોન એકાઉન્ટ્સ બનાવીને વાસ્તવિક વિતરણ છુપાવવા અને ધનસંગ્રહ માટે કોડ તૈયાર કર્યો હતો. આ કોડમાં વાસ્તવક વિતરણ સહીત ત્રણ ઘટક હતા અને તેનો ઉપયોગ કાલ્પનિક કંપનીઓને વાસ્તવિક વિતરણ કરવા માટે કરવામાં આવતો હતો,જેમાં નાની રકમના ઘણા હોમ લોન એકાઉન્ટ્સ શામેલ હતા.
આ કાલ્પનિક હોમ લોન એકાઉન્ટ્સ બંધ લોન એકાઉન્ટ્સના ડીએચએફએલના પોતાના ડેટાબેઝમાંથી અવ્યવસ્થિત લેવામાં આવ્યા હતા.આ તમામ ખાતા કાલ્પનિક હોવાને કારણે નાણાં પરત લેવાનો કોઈ સવાલ જ પેદા થતો નહોતો.બુક્સ પરના ઇએમઆઈએસ મુજબ ડીએચએફએલ પાસેથી લોન વિતરણ (વાસ્તવિક પ્રવાહ નહીં) વ્યવસ્થિત કરવા માટે ફરીથી કોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


