લખનઉ,તા.૨૨
અયોધ્યામાં રામ મંદિર નિર્માણની કવાયત શરૂ થઈ ચૂકી છે. આ કોશીશમાં શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોને શનિવારે રામ જન્મભૂમી પરિસરનું નિરિક્ષણ કર્યું હતું. ટ્રસ્ટના નવા નિમાયેલા મહાસચીવ ચંપત રાય શુક્રવારે મોડી રાત્રે અયોધ્યા પહોંચ્યા હતા. શનિવારે તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજ ઝા, રાજા અયોધ્યા બિમલિન્દર મોહન મિશ્રા અને ડો.અનિલ મિશ્રાની સાથે પરિસરની તપાસ કરી છે.
ઉલ્લેખનીય છે કે રામ જન્મભૂમિમાં બેઠેલા શ્રી રામલલાને ગર્ભગૃહમાંથી હંગામી મંદિરમાં સ્થળાંતર કરવાની વ્યૂહરચના બનાવવામાં આવી છે. આ મંદિર ફાઈબરનું હશે, જેના માટે વહીવટીતંત્ર હસ્તગત પરિસરમાં માનસ ભવનના દક્ષિણ ભાગનું માપન કરાવ્યું છે. ૬ ડિસેમ્બર ૧૯૯૨ ની ઘટનાથી રામલલા હંગામી ટેન્ટ પર બીરાજમાન છે. જ્યાં સુધી મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી રામલલા ફાઈબરના મંદિરમાં બેસશે.
સરકાર ૬૭ એકર જમીન અને તેની સાથે સંકળાયેલ જમીનને જોડીને એક નવું આવક ગામ શ્રીરામલલા બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આસપાસમાં વધુ કેટલીક જમીન સંપાદન કર્યા પછી, તેનો આખો વિસ્તાર ૧૦૦ એકર સુધીનો થઈ શકે છે. વીએચપી સુત્રોએ દાવો કર્યો છે કે શ્રીરામલલા મહેસૂલ ગામ અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધણી કરાશે અને શ્રીરામાલલા શહેર બનશે જેની કવાયત શરૂ થઈ ચૂકી છે.
મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી રામલલા ફાઈબરના મંદિરમાં બિરાજશે
Leave a Comment