મોદી સરકાર ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની વાત કરે છે પણ ચોંકાવનારી વાત એ છે કે,દેશમાં ખેડૂતોની સરેરાશ આવક કેટલી છે તેનો આંકડો જ મોદી સરકાર પાસે નથી.મોદી સરકાર સત્તામાં આવી પછી ૨૦૧૫-૧૬ના વર્ષ સુધીના ખેડૂતોના સરેરાશ આવકના ડેટા છે પણ એ પછી આવકના આંકડા જ નથી.
આ મુદ્દે લોકસભામાં સવાલ પૂછાયો ત્યારે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર ગૂંચવાઈ ગયા હતાતેમની પાસે હરિયાણાના આંકડા જ ઉપલબ્ધ હતા.જો કે સૂત્રોનું કહેવું છે કે તેમા પણ ગોટાળો તો છે જ.હરિયાણામાં બહુમતી ખેડૂતો છે તેથી માથાદીઠ આવકને જ ખેડૂતોની સરેરાશ આવકમાં ખપાવી દેવાઈ છે.બાકી સરકાર પાસે કોઈ સત્તાવાર ડેટા છે જ નહીં.
મોદી શાસનમાં ખેતીની આવક બગડી છે એવું સરકારી આંકડા કહે છે.૨૦૧૪માં દેશના જીડીપીમાં ખેતીનું યોગદાન ૧૮.૨ ટકા હતું તે ઘટીને ૧૬.૫ ટકા થઈ ગયો છે અને વિકાસ દર પણ ૬.૩ ટકાથી ઘટીને ૨.૮ ટકા થઈ ગયો છે.

