મુંબઈ : દેશમાં કોરોના સંક્રમણમાં લોકડાઉન- મંદી વિ.ની સ્થિતિ વચ્ચે પણ લોકો પાસેથી કુલ રોકડમાં રૂા.17891 કરોડના વધારા સાથે હવે કુલ રૂા.26 લાખ કરોડની રોકડ સીસ્ટમમાં આવી ગઈ છે જે અત્યાર સુધીની સૌથી ઉંચી સપાટી છે.લોકો કોરોના સંક્રમણને ખ્યાલમાં રાખી તેમની પાસે હવે વધુને વધુ રોકડ રાખી રહી છે. રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ રીલીઝ કરેલા ડેટા મુજબ તા.11 સપ્ટે.ના પુરા થતા પખવાડીયા દેશના લોકો પાસે કુલ રૂા.26 લાખ કરોડની રોકડ છે જે ફેબ્રુ 28ના રૂા.22.55 લાખ કરોડ હતી અને રૂા.3.45 લાખ કરોડની રકમ વધી છે.
2016માં દેશમાં નોટબંધી લાદીને મોદી સરકારે કેશલેસ સીસ્ટમને મહત્વ આપવાની તૈયારી બતાવી હતી પણ નોટબંધી બાદ સીસ્ટમમાં રોકડનું પ્રમાણ 45% વધી ગયું છે.આ 4 નવે. 2016ના સીસ્ટમમાં રૂા.17.97 લાખ કરોડની રોકડ હતી.
જે હવે રૂા.26 કરોડ થઈ છે.જો કે રસપ્રદ રીતે દેશમાં ડીજીટલ પેમેન્ટ પણ વધ્યુ છે. પેટ્રોલમાં રૂા.82.46 લાખ કરોડના ડીજીટલ વ્યવહાર થયાહતા જે જુલાઈમાં રૂા.111.18 લાખ કરોડના થયા છે અને તેથી એ નિશ્ર્ચિત થાય છે કે કોરોના સંક્રમણમાં લોકો ખુદ પાસે વધુ રોકડ રાખી રહ્યા છે અને લોકડાઉન વિ.નો ભય પણ તેમાં કામ કરી ગયો છે.રીઝર્વ બેંકના ગણીત મુજબ ફેબ્રુ 28થી 19 જૂન 2020 વચ્ચે લોકો પાસે કુલ રોકડ રૂા.3.07 લાખ કરોડની થઈ છે.રીઝર્વ બેંક જે કરન્સી સકર્યુલેશનમાં હોય તેમાં બેન્કમાં જે રોકડ હોય તે બાદ કરવામાં આવે છે અને બાદ કુલ ફીઝીકલ કેસ લોકો પાસે કેટલી છે તે નિશ્ર્ચિત થાય છે.


