કોરોના મહામારી વચ્ચે કતાર એરવેઝને થયું 1.9 અબજ ડોલરનું નુકશાન

335

નવી દિલ્હી: કતાર એરવેઝ ગ્રુપે રવિવારે માર્ચમાં સમાપ્ત થતા કારોબારી વર્ષમાં 1.9 અબજ ડોલરની ખોટ નોંધાવી છે.કંપનીએ આ ખોટ માટે ઘણાં કારણોને જવાબદાર ઠેરવ્યા છે.આમાં ચાર અરબ દેશો સાઉદી અરબ,સંયુક્ત અરબ અમીરાત (UAE), બેહરીન અને ઈજિપ્ત દ્વારા કરાતને બોયકોટ,કોરોના વાયરસ મહામારી અને એર ઈટાલીનું લિક્વિડેશન પણ સામેલ છે.

કંપનીએ કહ્યું કે,તેણે ઘણા પડકારોનો સામનો કર્યો છે,પરંતુ 2019-20 વિમાન કંપનીના ઈતિહાસના સૌથી કઠીન વર્ષોમાંથી એક રહ્યું.કતાર સામે ગેરકાયદેસર એરસ્પેસ બ્લોકેડ,બહુમત શેરધારકો દ્વારા એર ઈટાલીના લિક્વિડેશન, એકાઉન્ટિંગ પોલીસી અને રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સમાં ફેરફાર તથા કોરોના વાયરસ સંકટ જેવા કારણોથી પોતાના નાણાકીય વર્ષ 2019-20 માટે 7 અરબ કતારી રિયાલ (ક્યૂએઆર)ની ખોટ નોંધાવી.એર ઈટાલીમાં કતાર એરવેઝની 49 ટકા હિસ્સેદારી હતી.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે,આ વિરોધી પરિસ્થિતિઓ ન હોત તો ઓપરેટિંગ અને નેટ આધાર પર ગ્રુપના પરફોર્મન્સ આનાથી પાછલા વર્ષના પ્રદર્શનથી સારૂ રહેત.ઉદાહરણ તરીકે ગ્રુપના કુલ રેવેન્યૂ અને અન્ય ઓપરેટિંગ ઈનકમ એક વર્ષ પહેલાના મુકાબલે 6.4 ટકા વધીને 51.1 અરબ કતારી રિયાલ નોંધાવી.પેસેન્જર રેવેન્યૂ 8.9 ટકા વધી અને કેપેસિટીમાં 3.2 ટકાની વૃદ્ધિ થઈ. મુસાફરોની સંખ્યા 9.8 ટકા વધીને 3.24 કરોડે પહોંચી ગઈ.

કોરોના વાયરસ મહામારી દરમિયાન કતાર એરવેઝના ગંતવ્યોની સંખ્યા ગમે ત્યારે 30થી નીચે નહિં ઘટે.કંપનીએ આ દરમિયાન 5 મહાદેશોમાં પોતાની સેવા જારી રાખી.અત્યારે કંપની 6 મોટા દેશોમાં 90થી વધુ ગંતવ્યો માટે દર સપ્તાહે 650થી લધુ ફ્લાઈટનું સંચાલન કરી રહી છે.

Share Now