મુંબઈ: બોલીવુડમાં સુશાંત આત્મહત્યા અને તેની સાથેના ડ્રગ કાંડના આરોપોની સનસનીખેજ તપાસ ચાલુ જ છે તે વચ્ચે હવે અભિનેત્રી શ્રેયા પાયલ ઘોષ એ બોલીવુડના દિગ્દર્શક અનુરાગ કશ્યપ સામે લગાવેલા બળાત્કારની ફરિયાદ નોંધાવી છે અને આજે કેન્દ્રીય મંત્રી શ્રી રામદાસ આઠવલે સાથે અભિનેત્રી રાજયપાલ ભગતસિંહ કોશીયારને મળવા પહોંચી છે.અભિનેત્રીએ આરોપ મુકયો કે એક બળાત્કારી ખુલ્લેઆમ કરી રહ્યા છે પણ મુંબઈ પોલીસ હાથથી હાથ જોડીને બેઠી છે તેથી આ મુદે હવે રાજયપાલની સમક્ષ ફરિયાદ કરી છે.રામદાસ આઠવલેએ ચેતવણી આપી હતી કે જો મુંબઈ પોલીસ તાત્કાલીક અનુરાગ કશ્યપની ધરપકડ નહી કરે તો અમો ધરણા પર બેસી જશું.તેઓએ આ અભિનેત્રીની લડાઈ લડવાની જાહેરાત કરી છે.બીજી તરફ મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે ટુંક સમયમાં જ સમન્સ મોકલશું અને તેની પુછપરછ કરશું.જોકે ધરપકડ અંગે પોલીસે મૌન સેવ્યું હતું.આમ હવે બોલીવુડના જાણીતા નિર્માતા-નિર્દેશકની મુશ્કેલી વધે તેવા સંકેત છે.