આર્મીનિયા તા. ૨૬ : આર્મીનિયા અને અઝરબૈજાન વચ્ચેની લડાઇમાં આજે પણ શરૂ છે બંને પક્ષોએ એકબીજા પર ઘાતક હુમલો કરવાનો આરોપ મુકયો છે. અઝરબૈજાને આ જંગમાં આર્મીનિયાના ૫૫૦ સૈનિકોના મોતનો દાવો કર્યો છે.
અઝરબૈજાને રક્ષા મંત્રાલયે દાવો કર્યો કે આર્મીનિયાઇ બળોએ ગોળીબારી શરૂ કરી હતી. બીજીબાજુ આર્મીનિયાના અધિકારીઓએ કહ્યું કે,યુધ્ધ આખી રાત ચાલુ રહ્યું અને અઝબૈજાને ચાર હેલીકોપ્ટરોને ઉડાડી દીધા છે.
જે વિસ્તારમાં આજે સવારે લડાઇ શરૂ થઇ તે અઝરબૈજાન હેઠળ આવે છે પરંતુ ત્યાં ૧૯૯૪થી જ આર્મીનિયા દ્વારા સમર્થિત બળોનો કબ્જો છે.અઝરબૈજાનના કેટલાક ક્ષેત્રોમાં માર્શલ લો લગાવામાં આવ્યો છે તથા કેટલાક પ્રમુખ શહેરોમાં કર્ફયુના આદેશ પણ આપવામાં આવ્યા છે.


