CBIના ત્રણ ભૂતપૂર્વ વડા રણજીત સિંહા, એ.પી. સિંહ અને આલોક વર્માને મોદી સરકાર જેલભેગા કરી દેશે એવું લાગે છે.માંસની નિકાસના બિઝનેસ સાથે સંકળાયેલા મોઈન કુરૈશીના કેસમાં કોર્ટના આકરા વલણ પછી સીબીઆઈએ ગૃહ મંત્રાલય પાસે ત્રણેય સામે પગલા લેવાની મંજૂરી માગી છે.આ ત્રણેય અધિકારી મોદી સરકારની ગુડ બુકમા નહોતા તેથી તેમના પર તવાઈ આવી શકે છે.
સીબીઆઈએ એફઆઈઆરમાં સિંહા અને સિંહે વરસો સુધી કુરેશીને છાવર્યો હોવાનો આરોપ મૂક્યો હતો.આલોક વર્માએ આ બંને ભૂતપૂર્વ વડા સામેની તપાસને આગળ વધવા નહોતી દીધી.વર્માએ કુરેશી ઉપરાંત બીજા આરોપીને પણ છાવર્યા હતા.આ તમામ આરોપના સમર્થનમાં પુરાવા હોવાનો દાવો પણ કરાયો છે.કોર્ટે તેની સામે સવાલ કર્યો કે,પુરાવા હોવા છતાં તેમની સામે કેમ કોઈ પગલાં નથી લેવાયાં ?
કોર્ટની ટકોર પછી હરકતમાં આવેલી સીબીઆઈએ ત્રણેય અધિકારી ફરતે ગાળિયો કસવાની તૈયારી શરૂ કરી છે.ગૃહ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળે તેની રાહ જોવાઈ રહી હોવાનું સૂત્રોનું કહેવું છે.

