સુરત : ચોકબજારના વેપારીએ વિશ્વાસ પર અન્ય વેપારીને પોતાના આધાર કાર્ડ અને પાનકાર્ડ આપ્યા હતા.ચોકબજારના વેપારીના નામ પર તેણે એક ફર્મ શરૂ કરી જીએસટી નંબર મેળવ્યો હતો.ત્યારબાદ જીએસટી કચેરીમાંથી રૂ.૨૬ લાખનું રીફંડ મેળવી અન્ય કાર્યવાહી ન કરી તે ભાગી છુટ્યો હતો.બીજી બાજુ ચોકબજારના વેપારીને ઉપરા છાપરી જીએસટીની બે નોટીસ આવતા તેણે તપાસ કરતા વેપારીએ રૂ.૨૬ લાખનું કરીને રફુચક્કર થઇ ગયો હતો.
ગોપીપુરા બાલાપીરની દરગાહની સામે દાના ચેમ્બર્સમા રહેતા સિકંદરભાઇ ઇબ્રાહીમભાઇ ભાડેલીયા ચોકબજાર સિલ્ક હાઉસ માર્કેટ પાસે કાપડની દુકાન ધરાવે છે. ત્રણ વર્ષ પહેલાં સીટીલાઇટ તેરાપંથ ભવનની સામે દેવપ્રયાગ એપાર્ટમેન્ટમાં રહેતા અને રીંગરોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં કાપડની દુકાન ધરાવતા સુરેશ ગોયેલ સાથે સિકંદરભાઇનો સંપર્ક થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે ધંધાનો વ્યવહારો થયા કરતા હતા.
આમ સિકંદરભાઇને સુરેશ ગોયેલ પર સંપુર્ણ વિશ્વાસ હોવાથી તેણે તેનો લાભ ઉઠાવ્યો હતો.ત્યારબાદ સુરેશ ગોયેલે આર્થિક રીતે ફાયદો કરાવી આપવાના વિશ્વાસ અને ભરોસો આપી તેમની પાસેથી પાનકાડïર્ અને આધારકાર્ડ મેળવ્યા હતા.ત્યારબાદ સિકંદરભાઇના નામ પર મેસર્સ દાતાર એક્ષપોર્ટ નામથી રીંગરોડની ઇન્ડસઇન્ડ બેન્કમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યુ હતુ.ત્યારબાદ જીએસટી નંબર પણ મેળવ્યો હતો.
આમ અઢી વર્ષના ગાળામાં સુરેશ ગોયેલ ઇનપોર્ટ – એક્ષપોર્ટનો ધંધો કર્યો હતો.જેમાં જીએસટી કચેરીમાંથી સુરેશ ગોયેલે રૂ.૨૬ લાખનું રીફંડ મેળવી આર્થિક લાભ લીધો હતો. ત્યારબાદ દુકાન બંધ કરી ભાગી છુટ્યો હતો.તે દરમ્યાન સિકંદરભાઇ પર જીએસટી કચેરીમાંથી એક નોટીશ આવી હતી.તે અંગે સિકંદરભાઇએ સુરેશ ગોયેલનો નંબર સંપર્ક કરતા તે મળ્યો ન હતો. જેથી તે વતન ગયો હોવાથી તેમ માની સિકંદરભાઇએ નોટીશની અવગણના કરી હતી.ત્યારબાદ જીએસટી કચેરીમાંથી બીજી નોટીશ આવતા સિકંદરભાઇ અમદાવાદ ગયા હતા.ત્યાં જીએસટી કચેરીમાં તપાસ કરતા સુરેશ ગોયેલે ધંધો કર્યા બાદ જીએસટીની રકમ ભરી ન હતી.ઉલ્ટાનું રીફંડ મેળળ્યુ હતુ.આમ પોતાની સાથે સુરેશ ગોયેલે વિશ્વાસઘાત કર્યો હોવાનું ભાન થતાં સિકંદરભાઇએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.


