બોલિવૂડ કે ગંજેડીવૂડ? ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાન,રણબીર કપૂર અને અર્જુન રામપાલના નામ આવ્યા હોવાનો દાવો

321

નવી દિલ્હી, તા.૧: બોલીવુડ ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો આવ્યો છે. NCBના પૂછપરછમાં ડ્રગ્સ પેડલર્સે બોલીવુડના ચાર હિરો શાહરૂખ ખાન,રણબીર કપૂર,ડિનો મોરિયા અને અર્જુન રામપાલના નામ પણ આપ્યા છે.આ દાવો કરવામાં આવ્યો છે.એનસીબી કોઈપણ પગલું ભરતા પહેલા હોમ વર્ક કરી લેવા માંગે છે.જે બાદ એજન્સી આ અભિનેતાઓને સમન્સ મોકલી શકે છે.

મંગળવારે એબીપી ન્યૂઝે સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે,ડ્રગ્સ કેસમાં એનસીબી દીપિકાની સાથ કામ કરી ચુકેલા ત્રણ સુપર સ્ટારની પૂછપરછ કરી શકે છે.આ અભેનેતાઓના નામ S, R અને A થી શરૂ થાય છે.સૂત્રોના કહેવા મુજબ એ નામથી શરૂ થતો અભિનેતા ડ્રગ્સ લાવતો પણ હતો અને સંપર્કમાં આવતા લોકોને આપતો હતો.

દાવો કર્યો છે કે,નારટોટિકસ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)ની તપાસમાં શાહરૂખ ખાન,રણબીર કપૂર,ડિનો મોરિયા અને અર્જુન રામપાલનું નામ સામે આવ્યું છે.તેમના પર એનસીબીએ કહ્યું કે, SRA વિશે કોઈપણ પુરાવા વગર કેટલાક સમાચાર ચાલી રહ્યા છે.એનસીબીના એક અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરત પર બોલિવૂડના મોટા નામનો ખુલાસો કર્યો છે.

નોંધનીય છે કે, મંગળવારે સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે,ડ્રગ્સ કેસમાં એનસીબી દીપિકા પાદુકોણની સાથે કામ કરી ચૂકેલ ત્રણ સુપરસ્ટારની ટૂંકમાં જ પુછપરછ કરી શકે છે.આ એકટરના નામ S, R અને A થી શરૂ થાય છે.ત્રણેય સ્ટારના નામ કથિત રીતે પ્રોડ્યુસર ક્ષિતિજ રવિ પ્રસાતે આપ્યા હતા.સૂત્રો અનુસાર A નામથી શરૂ થનાર એકટર ડ્રગ્સ લેતો હતો અને સંપર્ક હતા તેવા લોકોને ડ્રગ્સ આપતો પણ હતો.

જણાવીએ કે,ડ્રગ્સ કેમાં ૨૬ સપ્ટેમ્બરે એનસીબીએ એકટ્રેસ દીપિકા પાદુકોણ,શ્રદ્ઘા કપૂર અને સારા અલી ખાનનું નિવેદન નોંધ્યું હતું.આ દિવસે એનસીબીએ ધર્મા પ્રોડકશનના કાર્યકારી નિર્માતા ક્ષિતિજ રવિ પ્રસાતની પુછપરછ કરી ધરપકડ કરી હતી. એજન્સી આ મામલે અત્યાર સુધીમાં ૧૮ લોકોની ધરપકડ કરી ચુકી છે.

Share Now