અનુરાગ કશ્યપ પહોંચ્યા વર્સોવા પોલીસ સ્ટેશન, અભિનેત્રી પાયલ ઘોષે યૌનશોષણનો લગાવ્યો છે આરોપ

273

ફિલ્મમેકર અનુરાગ્ર કશ્યપ પર પાયલ ઘોષે યૌનશોષણનો આરોપ લગાવ્યો હતો અને તેમને મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે અનુરાગને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું.પોલીસના સમન્સ બાદ તે પૂછપરછ માટે પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે,જ્યાં તેમની પૂછપરછ શરુ થઈ ગઈ છે. પાયલ ઘોષ જ્યાં એક તરફ અનુરાગ કશ્યપની ધરપકડની માંગ કરી રહી છે,જ્યારે અનુરાગે વકીલ દ્વારા નિવેદન જાહેર કરીને તમામ આક્ષેપોને ફગાવી દીધા છે.

અભિનેત્રી પાયલ ઘોષની ફરિયાદના પગલે બુધવારે અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું હતું.અનુરાગ કશ્યપે ૧૧ વાગ્યે બોલાવવામાં આવ્યા હતા, જ્યારે તે સમય પહેલા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. અનુરાગ કશ્યપની વર્સોવા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવશે અને તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે.તેમના વકીલ પણ અનુરાગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

પાયલ ઘોષ દ્વારા આક્ષેપો કર્યા બાદ અનુરાગ કશ્યપને બોલીવુડથી સમર્થન મળ્યું છે.અનુરાગ કશ્યપની બંને ભૂતપૂર્વ પત્નીઓ આરતી બજાજ અને કલ્કી કેક્લાએ અનુરાગના સપોર્ટમાં સોશિયલ મીડિયા પર લખ્યું છે કે,જ્યારે તાપસી પન્નુ,રીચા ચડ્ડા,માહી ગીલ અને હુમા કુરેશી સહિત ઘણા લોકો અનુરાગનું સમર્થન કરી રહ્યા છે.

૨૨ સપ્ટેમ્બરના રોજ અભિનેત્રીએ ફિલ્મ નિર્માતા સામે ફરિયાદ નોંધાવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે,અનુરાગે સાત વર્ષ પહેલા ૨૦૧૩ માં તેમની સાથે જાતીય શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો.ફરિયાદ નોંધાવી હોવા છતાં અનુરાગ સામે કાર્યવાહી ના થવા પર અભિનેત્રીએ ભૂખ હડતાલની ચેતવણી આપી હતી.

ગયા મંગળવારે તેમને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીથી મુલાકાત કરી હતી.તેમણે રાજ્યપાલથી અનુરાગ સામે કાયર્વાહી કરવાની માંગ કરી હતી.આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવળે પણ હાજર રહ્યા હતા.

Share Now