અભિનેત્રી દિપિકા પાદુકોણ મનરેગા યોજનામાં મજૂર, કામના પૈસા પણ અપાયા

302

ભોપાલ, તા.16 ઓક્ટોબર : કેન્દ્ર સરકારની રોજગાર યોજના મનરેગામાં દિપિકા પાદુકોણ સહિતની અભિનેત્રીઓની તસવીરો નોકરી માટેના કાર્ડ પર લગાડીને કૌભાંડ કરવામાં આવ્યુ છે.

મધ્યપર્દેશના ખરગોન જિલ્લામાં એક ગ્રામ પંચાયતના સચિવ અને રોજગાર સહાયકે આ કૌભાંડ આચર્યુ છે.મનરેગા યોજનામાં મજૂરોને નોકરી માટેનુ એક જોબ કાર્ડ આપવામાં આવે છે.જ્યારે આ ગ્રામ પંચાયત હેઠળ મનરેગા યોજનામાં જોડાયેલા સ્ત્રી પુરુષોના નામની સામે અભિનેત્રીઓની તસવીરો લગાડવામાં આવી છે અને તેમને મજૂરી બદલ પૈસા પણ ફાળવવામાં આવ્યા છે.આ અભિનેત્રીઓવાળા કાર્ડ પર જેમના નામ છે તેઓ ક્યારેય કામ પર ગયા જ નથી.

50 એકર જમીન ધરાવતા ખેડૂતોના નામના કાર્ડ પણ બન્યા છે અને તેની સામે એક્ટ્રેસની તસવીર લગાડાઈ છે.આવા લગભગ 15 જોબ કાર્ડ સામે આવ્યા છે.આ રીતે લગભગ 30000 રુપિયાની રકમ કાઢી લેવામાં આવી છે.એક ખેડૂતના નામની સામે દિપિકા પાદુકોણનો ફોટો છે.
આ ઘટના સામે આવ્યા બાદ હવે વહિવટીતંત્રે તપાસ કરીને જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.

Share Now