૧૫ વર્ષની સગીરા સાથે યુવાને બળજબરીથી મિત્રતા બાંધી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

316

પોરબંદર,તા.૨૩
પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરા સાથે રમેશ ભરત ખુંટી નામના યુવાને બળજબરીથી મિત્રતા બાંધી અપહરણ કરીને રાણાવાવ ખાતે તેના ફઇની વાડીમાં લઇ જઇને દુષ્કર્મ આચરતા શખ્સ અને તેના ફઇની સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
ખાપટ વિસ્તારમાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને બખરલા વાડી વિસ્તારમાં રહેતો રમેશ ભરત ખુંટી નામનો શખ્સ આ સગીરાને પોતાની સાથે ફ્રેન્ડશીપ નહીં કરે તો તેણીને તેમજ તેણીના ભાઇ-બહેનને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને બળજબરીથી ફ્રેન્ડશીપ કરી હતી. અને વારંવાર તેને મળવા પણ બોલાવતો અને પોતે પણ આવતો જતો રહેતો હતો. આ રીતે આત્મીયતા કેળવ્યા બાદ યુવકે તેણીનો વિશ્વાસ જીતી લીધો હતો અને ત્યારબાદ આ સગીરાને આ શખ્સે લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરીને રાણાવાવ ટી-પોઇન્ટ પાસે આવેલ તેના ફઇ વાલીબેનની વાડી ખાતે લઇ ગયો હતો અને ત્યાં સગીરા ઉપર બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધીને દુષ્કર્મ આચાર્યું હતું. આથી આ અંગે સગીરાના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રમેશ અને તેની ફઇ સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ કમલાબાગના પીએસઆઇ જાડેજા ચલાવી રહ્યા છે.

Share Now