નવી દિલ્હી : સીબીઆઈએ ટેકનિકલ સપોર્ટની આડમાં માઈક્રોસોફ્ટના ગ્રાહકોને નિશાન બનાવી હજારો ડોલરની ખંડણી વસૂલનારી છ કંપનીઓના પરિસરો પર દરોડા પાડીને રૂ. 190 કરોડની મૂલ્યની અસ્કયામતો રીકવર કરી હતી.ભારતીય એજન્સીની આ કાર્યવાહીની અમેરિકન ન્યાય વિભાગે શુક્રવારે પ્રશંસા કરી હતી.
દિલ્હી,રાજસૃથાન અને ઉત્તર પ્રદેશમાં સિૃથત છ કંપનીઓના પરીસરો પર 17મી સપ્ટેમ્બરે દરોડા દરમિયાન સીબીઆઈએ રૂ. 55 લાખના મૂલ્યનું સોનુ, કુલ રૂ. 25 લાખની રોકડ અને છ કંપનીઓની કૌભાંડમાં સંડોવણીના સેંકડો પુરાવા એકત્ર કર્યા હતા તેમ સીબીઆઈના પ્રવક્તા આર.કે. ગૌરે શુક્રવારે જણાવ્યું હતું.
અમેરિકન એજન્સીઓ અને અન્ય સહયોગી દેશોની એજન્સીઓ સાથે હાથ મીલાવી સીબીઆઈએ કૌભાંડીઓને ઝડપી પાડયા હતા. આ કૌભાંડીઓ એક અમેરિકન સાથે મળીને અમેરિકન ગ્રાહકોને તેમની સિસ્ટમમાં માલવેર છે તેવો પોપ-અપ મેસેજ મોકલીને તેમના કમ્પ્યુટર્સ પર નિયંત્રણ મેળવી લેતા હતા.
એક વખત યુઝર પોપ-અપ પર અપાયેલો નંબર ડાયલ કરે એટલે તેમનો કોલ સીધો કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ્સને ટ્રાન્સફર થતો હતો, જે યુઝરના કમ્પ્યુટર્સમાંથી માલવેર ન હોય તો પણ તેને દૂર કરવા માટે હજારો ડોલરની ખંડણી માગતા હતા અને તેઓ યુઝરના કમ્પ્યુટર્સના સોફ્ટવેરને નુકસાન પહોંચાડે તેવા બીનજરૂરી સોફ્ટવેર્સ ઈન્સ્ટોલ કરી દેતા હતા તેમ ગૌરે જણાવ્યું હતું.
સીબીઆઈએ છ કંપનીઓના નવી દિલ્હી, જયપુર, નોઈડા, ગુરૂગ્રામ, ફરિદાબાદ અને ઉત્તર પ્રદેશના મૈનપુરી સિૃથત પરિસરો દરોડા પાડયા હતા. અમેરિકન ન્યાય વિભાગે ગુરૂવારે જણાવ્યું હતું કે, ભારતમાં કોર્પોરેટ અને વ્યક્તિગત કૌભાંડીઓ પર સીબીઆઈએ કાર્યવાહી કરી છે.
અમેરિકનો સાથે છેતરપિંડી કરનારાઓ પર સીબીઆઈએ કરેલી કાર્યવાહી પ્રશંસનીય છે તેમ સિવિલ ડિવિઝનના એક્ટિંગ આસિસ્ટન્ટ એટર્ની જનરલ જેફ્રી બોસેર્ટ ક્લાર્કે જણાવ્યું હતું.
અમેરિકન ઔથોરિટીએ ફ્લોરિડાની કોર્ટમાં આ કૌભાંડ આચરનારાઓ વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ મુજબ કેલિફોર્નિયાના ગ્લેન્ડાલેનો 59 વર્ષીય માઈકલ બ્રેઈન કોટ્ટર તેની કેટલીક કંપનીઓ મારફત ભારત સિૃથત તેના સાથીઓને યુએસ સપોર્ટ પૂરો પાડતો હતો.
કોર્ટે કિથત કૌભાંડમાં સુવિધાઓ પૂરી પાડતા વેબસાઈટ્સ અને પેમેન્ટ પ્રોસેસિંગ રિલેશનશિપ્સ સહિત તેના યુએસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિખેરી નાંખવાનો ઓર્ડર આપ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ કોટ્ટર વર્ષ 2011થી ભારતીય કાવતરાંખોરો સાથે ડોમેઈન્સ, બનાવટી કંપનીઓ બનાવવી અને બેન્કો તથા પેમેન્ટ ઓપરેટર્સ મારફત પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવવાનું કામ કરતો હતો.

