રાજસ્થાનમાં એક યુવાનની મોતના 23 દિવસ બાદ તેનો મૃતદેહ કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.આ પછી,પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને ફરીથી દફનાવવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે આ કરવામાં આવ્યું કારણ કે મૃતકના પરિવારજનો તેમના પુત્રના મોતનું ચોક્કસ કારણ જાણવા ઇચ્છતા હતા.
હકીકતમાં,સીકરનો મોહમ્મદ અલ્તાફ નામનો યુવકની 23 દિવસ પહેલા હત્યા કરાઇ હતી.પરિવારે કોન્ટ્રાક્ટર મુનશી ખાન પર હત્યા કર્યાનો આરોપ લગાવ્યો હતો.તેમણે કહ્યું કે અલ્તાફ વેતનનાં પૈસા માંગવા કોન્ટ્રાક્ટર પાસે ગયો હતો.જ્યાં તેણે પુત્રને માર માર્યો હતો.ત્યારબાદ અલ્તાફને પોસ્ટ મોર્ટમ કર્યા વિના દફનાવવામાં આવ્યો હતો.
મૃતકના પિતા મોહમ્મદ સનાજુદ્દીન આરોપીને શિક્ષા આપવા માગે છે,તેથી તે છેલ્લા 23 દિવસથી દરરોજ કબરની પાસે બેસતો અને પોસ્ટમોર્ટમની રાહ જોતો હતો.મામલો મીડિયામાં આવ્યા બાદ એસડીએમએ મૃતદેહને સમાધિમાંથી કાઢ્યા પછી પોસ્ટમોર્ટમ હાથ ધરવા આદેશ આપ્યો હતો.
જે બાદ પોસ્ટ મોર્ટમ મેડિકલ ટીમ શુક્રવારે ઘટના સ્થળે આવી હતી અને પી.એમ.કર્યું હતું.આ સમગ્ર ઘટનાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.

