મધ્ય પ્રદેશમાં 28 સીટો પર થનારી પેટાચૂંટણી માટે આજકાલ દરેક પાર્ટીઓના નેતાઓ પ્રચારમાં જોડાઈ ગયા છે પરંતુ આ ચૂંટણી સભા દરમિયાન ખંડવા જિલ્લાના મંધાતા વિધાનસભાની સીટ પરની એક આયોજિત ચૂંટણી સભામાં આવેલા એક ખેડૂતનું મોત નીપજ્યું હતું.જેની પર હવે રાજકારણ ચાલુ થઈ ગયું છે.આ સભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પક્ષમાં પોતાનું સમર્થન આપવા માટે જ્યોતિરાદિત્ય સિંધિયા પહોંચ્યા હતા.
અસલમાં મંધતા વિધાનસભા ક્ષેત્રની પેટાચૂંટણીમાં બીજેપીના સ્ટાર પ્રચારક જ્યોતિરાદિત્ય સિંધિયા ચૂંટણી સભાને સંબોધિત કરવા માટે આવ્યા હતા.સિંધિયાના આવતા પહેલા અહીંના સ્થાનિક નેતાઓના ભાષણ ચાલી રહ્યા હતા.તે દરમિયાન જ્યારે પંધાનાથી બીજેપી ઉમેદવાર રામ દાંગોરે ભાષણ આપી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર 80 વર્ષના ખેડૂત જીવન સિંહનું અચાનક મૃત્યુ થયું હતું.
ખેડૂતના મોત પછી તેની આજુબાજુ ખુરશી પર બેઠેલા લોકો અહીં-તહીં જતા રહ્યા હતા, પરંતુ નેતાઓનું ભાષણ અટક્યું ન હતું. થોડા સમય પછી જનસભામાં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ સભામાં પહોંચી ગયા હતા.તેમના આવવા પહેલા ખેડૂતના શવને ત્યાંથી લઈ જવામાં આવ્યું હતું.પરંતુ સિંધિયાને જ્યારે ખેડૂતના મોત અંગે જાણ મળી તો તેમણે તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા એક મિનિટનું મૌન રખાવ્યું હતું અને તેના પછી પોતાનું ભાષણ શરૂ કર્યું હતું.તેમણે કહ્યું હતું કે,કોંગ્રેસ હંમેશા આવા સંવેદનશીલ મુદ્દાઓ પર રાજકારણ રમતું જોવા મળે છે.આ ઘટના અંગે પણ ટ્વીટ કરી તેમણે સિંધિયા પર નિશાનો સાધતા કહ્યું હતું કે,એક ખેડૂતના મૃત્યુ બાદ પણ ભાજપના નેતાઓ કેવી રીતે પોતાનું ભાષણ આપી શકે.એમપી કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું હતું કે,બીજેપીની જનસભામાં ખેડૂતની મોત થઈ હતી, છત્તાં બીજેપીના બેશરમ નેતાઓએ કાર્યક્રમને રોક્યો ન હતો.ખેડૂતની લાશ પડી રહી અને બેશરમ ભાજપાઈ તાલી વગાડતા રહ્યા.શિવરાજ જી,જનતાથી નહીં તો પણ ભગવાથી તો ડરો.
તેના જવાબમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, કોંગ્રેસી હંમેશાની જેમ સંવેદનશીલ મુદ્દાઓ પર પણ તેમની વાહિયાત રાજનીતિ કરી રહી છે.અમારા કાર્યકર્તાઓ દ્વારા ખેડૂતનો હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ગયું હતું.મેં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પણ રાખ્યું હતું.મારા માટે રાજનીતિ સેવાનું માધ્યમ છે અને તેનું સર્ટિફિકેટ મારે કોંગ્રેસ પાસેથી લેવાની જરૂર નથી.