સુરત શહેરમાં ધીરેધીરે કોરોનાની રફતાર ઘટી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત ઘટાડો જાવા મળી રહ્યો છે.જેમાં આજે સવારે શહેર અને જિલ્લામાં કેસની સંખ્યા ૧૦૦ની અંદર આવતા તંત્રએ રાહત અનુભવી છે,સુરતમાં અત્યાર સુધીમાં કોરોના કેસની કુલ સંખ્યા ૩૪ હજારને પાર કરી ચુકી છે.પરંતુ કેસમાં ઘટાડો આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
આરોગ્ય વિભાગની સતત મહેનતને કારણે ફરી એકવાર બેકાબુ બનેલા જીવલેણ કોરોના વાયરસના સંક્ર્મણને અટકાવવા માટે સફળતા મળી રહી છે.છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસમાં ઘટાડો જાવા મળી રહ્યો છે.આ ઉપરાંત મુત્યુની સંખ્યા નહીવત છે.કોરોના કાબુમાં આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે.જેમાં આજે સવારે કેસની સંખ્યા ૧૦૦ની અંદર આવી છે.
આજે સવારે સુરતમાં કુલ ૧૬૩ પોઝિટિવ કેસ આવ્યા હતા.જેમાં સુરત સીટી ૭૬ કેસ નોંધાયા છે અત્યાર સુધીમાં સીટીમાં કુલ કેસની સંખ્યા ૨૪,૭૧૯, મરણાંક ૭૦૯ અને ૨૨,૬૪૬ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થતા ડીસ્ચાર્જ થયા છે.
જયારે જિલ્લામાં સવારે ૬૦ કેસ બહાર આવ્યા હતા જે સાથે કુલ કેસની સંખ્યા ૯૩૪૪ થઈ છે.જયારે ૨૭૨ દર્દીઓના મોત થયા છે.જયારે ૮૨૭૯ દર્દીઓએ કોરોને મ્હાત આપતા ડીસ્ચાર્જ થયા છે.