– જાતીય ભેદભાવ અને બળાત્કારના બનાવોથી તંગ આવી જવાને કારણે ધર્મ પરિવર્તન કર્યું
ગાજિયાબાદ : ઉત્તર પ્રદેશના હાથરસ કાંડના ઘેરા પડઘા પડી રહ્યા છે.જે મુજબ ગાજિયાબાદમાં વસતા વાલ્મિકી પરિવારના 236 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હોવાનું જાણવા મળે છે.ધર્મ પરિવર્તન કરનાર આ પરિવારોએ વ્યથા ઠાલવતા કહ્યું હતું કે ગાજિયાબાદમાં સવર્ણોની વસ્તી વધુ છે.અમારા પ્રત્યે હજુપણ ભેદભાવ રાખવામાં આવે છે.તેમજ અમારા પરવીરની મહિલાઓ બળાત્કારનો ભોગ બની રહી છે.એટલુંજ નહીં સરકાર માત્ર તમાશો જોવામાં અને ઢાંકપિછોડો કરવામાં વ્યસ્ત છે.
ઉલ્લેખનીય છે કે ડો.આંબેડકર પરિવારના વંશજ રાજરત્ન આંબેડકરે આ 50 પરિવારોનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
હાથરસ કાંડના પડધા વાલ્મિકી સમાજ પર પડ્યા છે. અહીં એક યુવતી સાથે થયેલા ગેંગરેપ પછી દેશ સમેત આખો સમાજ શોકગ્રસ્ત થયો છે.ત્યારે દિલ્હી પાસે આવેલા ગાજિયાબાદમાં હાથરસ કાંડથી આહત થઇને વાલ્મિકી સમાજના 50 પરિવારોના 236 લોકોએ ધર્મપરિવર્તન કરીને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો છે.ગાજિયાબાદના કરહેડા વિસ્તારની આ ઘટના છે.જ્યાં ગત 14 ઓક્ટોબરના રોજ અહીં રહેતા વાલ્મિકી સમાજના 236 લોકો ભેગા થઇને,બાબા સાહેબ અમ્બેડકરના પપૌત્ર રાજરત્ન આંબેડકરની હાજરીમાં બૌદ્ધ ધર્મમાં દિક્ષા લીધી છે.
આ પરિવારોનો આરોપ છે કે હાથરસ કાંડથી ઘણા બધા લોકો દુખી થયા છે.આરોપ તે પણ છે કે આર્થિક તંગીથી પીડાતા હોવા છતાં તેમનું કોઇ સાંભળનાર નથી. આ લોકોએ આક્ષેપ મૂક્યો છે કે હંમેશા તેમને નજરઅંદાજ કરવામાં આવે છે.ગત 14 ઓક્ટોબરે તે વીડીયો પણ સામે આવ્યો હતો,જેમાં રાજરત્ન આંબેડકર આ લોકોને બૌદ્ધ ધર્મની દિક્ષા આપી રહ્યા હોય. તે સમય આ લોકોએ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. વળી તેમને ભારતીય બૌદ્ધ મહાસભા તરફથી એક પ્રમાણપત્ર પણ મળ્યું છે.
ધર્મ પરિવર્તન કરનાર બીર સિંહે જણાવ્યું કે તેમના ગામના 50 કુટુંબોના 236 લોકોએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે,જેમાં મહિલાઓ અને બાળકો પણ શામેલ છે. તેમણે કહ્યું કે આ માટે કોઈ ફી લેવામાં નથી આવી. બસ તે હવે આ ધર્મ સ્વીકાર્યા પછી સમાજ સેવા જેવા સારા કામ કરવાનું કહેવામાં આવ્યું છે.
14 સપ્ટેમ્બરના રોજ હાથરસના બુલગઢી ગામમાં વાલ્મિકી સમાજની દીકરી સાથે કથિત ગેંગરેપની ઘટના બની અને તે પછી તેની નિર્મમ હત્યા કરવામાં આવી.જેનો આક્રોશ અહીં પણ જોવા મળ્યો હતો. આ ઘટના પછી વાલ્મીક સમાજને અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.હાલ આ ઘટનાની તપાસ સીબીઆઇ કરી રહી છે. અને આ ઘટના ચારેય આરોપી અલીગઢ જેલમાં હાલ બંધ છે.
નોંધનીય છે કે દરરોજ આ કેસમાં નીત નવા ખુલાસા થઇ રહ્યા છે.પણ આ ઘટના પછી સમાજના લોકોમાં આ મામલે શોક અને આક્રોશ બંને છે.અને તેમને સરકાર અને ન્યાયાલયથી ન્યાયની અપીલ કરી છે.જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી શકાય.