– ભાજપના અગ્રણી પીવીએસ શર્માની પહેલી સોગઠી સફળ : કલામંદિર જવેલર્સ વિરુદ્ધ ભાજપના શર્માએ પીએમ મોદીને ટ્વિટ કરી ઇડી અને સીબીઆઈ તપાસની માંગ કરી હતી
– નોટબંધી વેળા સુરતના 5 થી 7 મોટા જવલર્સે ખેલેલો 5000 કરોડનો ખેલ હવે તપાસ અજેન્સીઓના રડારમાં : કલામંદિર જવેલર્સને પીઠબળ પૂરું પાડનારા મોટા રાજકારણીઓને પણ મોઢું સંતાડવું પડે એવી સ્તિથિનું નિર્માણ : કોંગ્રેશ સહીત વિપક્ષને ભાવતું મળી ગયું !
– મોદી શાશનકાળમાં થયેલું આ સૌથી મોટું નોટબંધી કૌભાંડ પુરવાર થાઈ એવી શક્યતા : ભાજપ અગ્રણી પીવીએસ શર્માએ જે રીતે સીબીઆઈ અને ઇડી તપાસની માંગણી કરી જો એજ રીતે કેન્દ્ર સરકાર તપાસના આદેશ આપે તો નોટબંધી વખતનું સુરતના જેવલર્સનું મોટું સ્કેમ બહાર આવે તેવી શક્યતા પણ નકારી શકાય નહિ
– સેટલમેન્ટ કમિશનને કલામંદિર જવેલર્સના કેસમાં શંકા જતા સુરત ઈન્ક્મટેક્ષ ડિપાર્મેન્ટને નવેસરથી તપાસના આદેશ આપ્યા,સંપૂર્ણ તપાસ નવેસરથી શરુ કરી સેટલમેન્ટ કમિશનને રિપોર્ટ આપવા સુરત સેન્ટ્રલ સીઆઈટી 1 ના કમિશનરને પત્ર લખ્યો
( એડિટર જિગર વ્યાસ દ્વારા ) સુરત તા.21 ઓક્ટોબર : ભાજપના અગ્રણી પીવીએસ શર્માએ બે દિવસ અગાઉ શહેરના ઘોડદોડ રોડ સ્થિત કલામંદિર જવલર્સે નોટબંધી દરમ્યાન કરેલા કૌભાંડ અંગે ટિવટર બૉમ્બ ફોડતા મામલો ગરમાયો હતો જે પ્રકરણમાં ગતરોજ ઈન્ક્મટેક્ષ વિભાગે પીવીએસ શર્માના નિવાસ્થાને દરોડા પાડયા હતા ત્યારબાદ હવે કલામંદિર જવેલર્સના મુદ્દે નવો ટ્વિસ્ટ આવ્યો છે.અગાઉ 27 કરોડના કેસ માટે મુંબઈ સેટલમેન્ટ કમિશનના દ્વારે ગયેલા કલામંદિર જ્વલર્સના 84 લાખમાં કેસ સેટલ કરવાના મુદ્દે ગતરોજ સેટલમેન્ટ કમિશને સમગ્ર પ્રકરણમાં નવેસરથી તપાસ કરવાના આદેશ અને મામલો સુરત ઈન્ક્મટેક્સ વિભાગને રીફર કરતા નોટબંધી વખતના સુરતના કેટલાક જવેલર્સનું ભૂત ફરી ધુણ્યું છે.આ ઉપરાંત ભાજપના અન્ય એક રાજકીય ધારાસભ્ય પણ જવેલર્સના ત્યાં ભાગીદાર હોવાની વાત શહેર આખમાં ચર્ચાએ છે ત્યારે સેટલમેન્ટ કમિશને નવેસરથી તપાસના આદેશ
આપતા રાજકીય હડકંપ પણ મચી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નોટબંધી વખતે શહેરના કેટલાક જવેલર્સ દ્વારા જૂની નોટોમાં વેપાર કરી કરોડો રૂપિયાનું સોનુ રાતોરાત વેચાણ કરવામાં આવ્યું હતું અને ટેક્ષ ઈવેઝન આચરાયા હોવાની ગંભીર બાબતે ઈન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરાઈ હતી અને સમગ્ર નોટબંધી વખતના આ અલગ અલગ મામલાઓમાં શંકાસ્પદ રીતે તપાસમાં કોઈ ઠોસ કાર્યવાહી ન કરતા ફરી આ મામલો બહાર આવ્યો હતો.તે ઉપરાંત બે દિવસ અગાઉ સુરત શહેર ભાજપના અગ્રણી અને માજી ઈન્ક્મટેક્ષ અધિકારી પીવીએસ શર્માએ ટ્વિટર ઉપર પીએમ મોદી અને નાણાપ્રધાન નિર્મલા સીતારમનને ઘોડદોડ રોડના કલામંદિર જવલર્સે નોટબંધી વખતે બેન્કમાં 110 કરોડ રૂપિયા ડિપોઝિટ કરી આખો મામલો મુંબઈ સેટલમેન્ટ કમિશનમાં લઈ જઈ 80 કે 84 લાખમાં સેટલ કરવાનો તખ્તો ઘડ્યો હતો જે બાબતે રાજકીય હડકંપ મચી જવા પામ્યો હતો.
પીવીએસ શર્માએ સમગ્ર મામલે તપાસ અજેન્સીઓ પાસે તપાસ કરવાની માંગણી કરી હતી.આ બધા વચ્ચે શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા ક્લામંદિર જ્વલર્સના કેસમાં હવે મુંબઈ સેટલમેન્ટ કમિશનને પણ આખો કેસ શંકાસ્પદ અને કઈકે કાચું રંધાયું હોવાની ગંધ આવતા તાત્કાલિક આ મુદ્દે સુરત ઈન્ક્મટેક્ષ ડીપાર્ટમેન્ટને કલામંદિર જ્વલર્સના પ્રકરણમાં નવેસરથી ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી કરવાના આદેશ આપ્યા છે.જે મુજબ ગતરોજ સેટલમેન્ટ કમિશને આખા કેસમાં નવેસરથી તપાસ કરી ફરીવાર રિપોર્ટ સેટલમેન્ટ કમિશનને રીફર કરવાનો ઓર્ડર આપતા નોટબંધી વખતના 5000 કરોડના અન્ય જ્વલર્ષના કાળા ચિઠ્ઠાઓ ખુલવાની શક્યતાઓ સેવાઈ રહી છે.નોટબંધી વખતે શહેરના કેટલાક ખાસ કરીને પોશ વિસ્તારના 5 થી 7 મોટા જવેલર્સ દ્વારા જૂની નોટોમાં ખુબ જ મોટાપાયે મબલખ સોનું વેચાણ કરીને પીએમ મોદીએ જે નોટબંધી ભ્રષ્ટાચાર ડામવા લાગુ કરી હતી તેના લીરેલીરા ઉડાવ્યા હતા.ત્યારે હવે આ સમગ્ર પ્રકરણમાં કેન્દ્ર સરકાર સીબીઆઈ અને ઈડી જેવી કેન્દ્રીય અજેન્સીઓ પાસે તપાસ કરાવે તેવી શક્યતાઓ હાલના તબબકે પ્રબળ બની છે.બીજી તરફ ભાજપ અગ્રણી પીવીએસ શર્માએ ટ્વિટ કર્યા બાદ કૉંગેસ સહિતના વિપક્ષી પક્ષોએ નોટબંધી વખતે આચરાયેલા ભ્રષ્ટાચાર મુદ્દે આક્રમકઃ ઢબ અપનાવતા ભાજપ ફિક્સમાં મુકાયું છે.કલામંદિર જ્વલર્ષના કેસમાં સેટલમેન્ટ કમિશને નવેસરથી તપાસના આદેશ આપતા ખુદ જે તે વખતના તતકાલીન આઇટી અધિકારો સુધી પણ રેલો પહોંચવાના સંકેત હાલના તબબકે મળી રહ્યા છે.મુંબઈ સેટલમેન્ટ કમિશને કલામંદિર જ્વલર્સે નોટબંધી વખતે કરેલા તમામ નાણાકીય વ્યવહારો અને તમામ ડોકયુમેન્ટ્સ અંગે સુરત ઈન્ક્મટેક્ષ ડિપાર્મેન્ટને ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરીના આદેશ આપતા આવનારા દિવસોમાં આ મામલે ભારે તોફાન સર્જાઈ એવી શક્યતા પણ જણાય રહી છે.ભાજપ અગ્રણી પીવીએસ શર્માએ ટ્વિટર બૉમ્બ ફોડતા ગઈકાલે રાત્રે ઈન્ક્મટેક્ષ વિભાગે તેમના નિવાસ્થાન અને ઓફિસમાં તપાસ હાથ ધરી છે જે કાર્યવાહી આજરોજ પૂર્ણ થતા તેમના પુત્રને ઈન્ક્મટેક્ષ વધુ ઈન્કવાયરી માટે સાથે લઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે.તેમજ ડિપાર્ટમેન્ટને 2 થેલા ભરીને દસ્તાવેજો પણ તેમના નિવાસ્થાનેથી મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વધુમાં કલામંદિર જવેલર્સના માલિક મિલન શાહે ગતરોજ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ અગ્રણી પીવીએસ શર્મા વિરુદ્ધ ડોકયુમેન્ટ ચોરી અને પોતે 10 કરોડના ફ્લેટમાં રહેતા હોવાના આક્ષેપ કર્યા હતા પરંતુ શહેરના લોકોમાં એવી ચર્ચા પણ ઉઠી છે કે કલામંદિરના માલિક મિલન શાહે પ્રેસ કોન્ફ્રન્સમાં પીવીએસ શર્માએ જે ડોકયુમેન્ટ ટ્વિટર પર મૂક્યા તેને પોતાના સ્વબચાવમાં પત્રકારો સમક્ષ પોતે કલામંદિર હાઈએસ્ટ પેયર હોય તેમ જણાવ્યુ ત્યારે આ તમામ ડોક્યુમેન્ટ્સ કેમ મીડિયા સમક્ષ રજુ ન કર્યા ? તેમજ 84 લાખના સેટલમેન્ટ કેસમાં પોતે પાકસાફ હોવા અંગેના અન્ય દસ્તાવેજી પુરાવા પણ કેમ મીડિયાને ન દેખાડ્યા એ બાબતે પણ ચર્ચા ચાલી રહી છે.હવે સમગ્ર મામલામાં નવો ટ્વીસ્ટ આવતા ઈન્ક્મટેક્ષ ડીપાર્ટમેન્ટ કલામંદિર જવેલર્સના મુદ્દે નવેસરથી તપાસ કરશે અને રિપોર્ટ સેટલમેન્ટ કમિશને સોપશે તો તપાસમાં આવનારા દિવસોમાં શું બહાર આવે છે તે તરફ સૌની નજર કેન્દ્રિત થઈ છે.હાલમાં તો ભાજપ અગ્રણી પીવીએસ શર્માની પ્રથમ સોગટી સફળ થઇ હોવાનું દેખાય રહ્યું છે અને બીજી તરફ આ મુદ્દે વિપક્ષ ટાંપીને બેઠું છે ત્યારે ઈન્ક્મટેક્ષ ડિપાર્મેન્ટના જે તે સમયના અધિકારીઓએ શંકાસ્પદ તપાસ કરી નોટબંધી સમયે કેટલાક જ્વલર્સ સાથે બેસી ભ્રસ્ટાચાર આચાર્યો હોવાનું છેડેચોક ચર્ચાય રહ્યું છે ત્યારે ફરી ધુણેલા નોટબંધીના કેટલાક જ્વલર્સના 5000 કરોડના કૌભાંડમાં સેન્ટ્રલ અજેન્સીઓ એન્ટ્રી કરે એવું પણ જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકાર સુરત શહેરના નોટબંધી વખતના માતબર રકમના કૌભાંડ અંગે આદેશ આપે તેવી પ્રબળ શક્યતા હાલના તબબકે દેખાય રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કલામંદિર જવેલર્સના નોટબંધી વખતના વ્યવહારો બાબતે સેટલમેન્ટ કમિશનમાં મામલો 80 કે 84 લાખમાં સેટલ કરવા પોહ્ચ્યો હતો પરંતુ ભાજપ અગ્રણી પીવીએસ શર્માએ ટ્વિટર બૉમ્બ ફોડતા આખા મામલે રાજકીય હડકંપ મચાવા સાથે ભાજપના એક યુવા ધારાસભ્ય કે જે પણ જ્વલેરીના એક શોરૂમમાં ભાગીદારી ધરાવે છે તે અને એનસીપીના એક નેતાના પુત્ર પણ ફિક્સમાં મુકાયા હોવાની પણ ભારે ચર્ચા ચાલી રહી છે.
પીવીએસ શર્માના ટ્વિટર બૉમ્બ પહેલા ” હિન્દુસ્તાન મિરરે” 27.12.2019ના રોજ કલામંદિર જવેલર્સ દ્વારા મુંબઈ સેટલમેન્ટ કમિશનના શરણે ગયું હતું એવો સચોટ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે હવે અક્ષરશ સાચો પડ્યો છે.
આ સાથે હિન્દુસ્તાન મિરરે પણ નોટબંધી વખતના કલામંદિર સહીતના અન્ય જવેલર્સે નોટબંધી વખતે 450 થી 500 કરોડનું ગોલ્ડ ગણતરીના દિવસોમાં જ વેચાણ કર્યું હોવાનો લેખ પણ પ્રસિદ્ધ કર્યો હતો જે તે સમયે એક જવલર્સે ઈન્ક્મટેક્ષના એક ઉચ્છ અધિકારીના વિદાય સમારંભમાં ભવ્ય પાર્ટી યોજી હતી જયાં કેટલાક ચાર્ટડ કઉન્ટન્ટ્સ અને આઈટીના અન્ય અધિકારો પણ ઉપસ્થિત રહ્યાં હતા.જેમાં શરાબની છોળો પણ ઉડી હતી અને શહેરના એક કેટર્સને આ જવલર્સે પોતાના નોટબંધી વખતના કાળા ચિઠ્ઠા છુપાવવા યોજેલી પાર્ટીનું 16 લાખ રૂપિયા બિલ પણ ચૂક્યું હતું.