નવરાત્રી-દશેરા સુપર-ડુપર ! દર મિનિટે 1.પ0 કરોડના મોબાઇલ વેચાયા

259

મુંબઇ, તા. ર7 : કોરોના કાળને કારણે તમામ વર્ગોમાં નાણા સંકટનો ગણગણાટ છે અને વેપાર ધંધા વેરવિખેર થઇ ગયા હોવાનું કહેવાય છે તેવા સમયે મોબાઇલ ફોન તથા ઇલેકટ્રોનિકસ કંપનીઓ માટે નવરાત્રીથી દશેરાનો સમય સુપર-ડુપર સાબીત થયો હતો. ગત વર્ષની સરખામણીએ પણ વેચાણમાં 10-20 ટકાનો વધારો હતો. દર મીનીટે ભારતીયોએ દોઢ કરોડની ખરીદી કરી હતી.નવરાત્રીના આધારે દિવાળીમાં પણ વેચાણ ઘણુ વધવાનો આશાવાદ વ્યકત થવા લાગ્યો છે.
એલજી,સેમસંગ,વિવો,સોની,પેનાસોનિક,ક્રોમા,વિજય સેલ્સ સહિતની કંપનીઓના વેચાણમાં સારી વૃદ્ધિ થઇ હતી.ગત વર્ષની સરખામણીએ ગ્રાહકદીઠ બીલ 10થી 1પ ટકા વધ્યુ હતું કારણ કે ગ્રાહકોમાં પ્રિમીયમ પ્રોડકટ ખરીદવાનું આકર્ષણ વધ્યુ છે. પ્રોડકટમાં પણ ખરીદી વધ્યાનો શોપર્સ સ્ટોપ તથા અરવિંદ ફેશન જેવી કંપનીઓએ દાવો કર્યો હતો. જોકે, ગત વર્ષની સરખામણીએ વેચાણ ઓછું જ હતું.

-કોમર્સ માર્કેટ રીસર્ચ કંપની રેડસીર ક્ધસકટીંગના રીપોર્ટ પ્રમાણે નવરાત્રી દરમ્યાન ઓનલાઇન ફેસ્ટીવલ સેલમાં વેચાણ 4.1 અબજ ડોલર (ર9000 કરોડ) નોંધાયુ હતું તે 4 અબજ ડોલરના અંદાજ કરતા વધુ હતું. દર મીનીટે ઓનલાઇન પ્લેટફોર્મ પરથી રૂા.1.પ0 કરોડના સ્માર્ટફોન વેચાયા હતા.
ક્ધઝયુમર પ્રોડકટ કંપનીઓમાં એવો મત છે કે કોરોના કાળમાં લોકોનો ફરવા જવાથી માંડીને અનેકવિધ ખર્ચ બચ્યો છે.એટલે હવે દિવાળીમાં વાપરશે તેવો આશાવાદ છે.એલજીના વાઇસ પ્રેસીડન્ટ વિજય બાબુને ગત વર્ષ કરતા આ નવરાત્રીમાં વેચાણ 31 ટકા વધ્યાનો દાવો કર્યો હતો.ટાટા જુથની ક્રોમાએ વેચાણ ર0 ટકા વધ્યાનો દાવો કર્યો હતો. સેમસંગના વાઇસ પ્રેસીડન્ટ રાજુ પુલાને કંપનીની પ્રિમીયમ પ્રોડકટમાં વેચાણ પ0 ટકા વધ્યાનું કહ્યું હતું શાઓમીના સ્માર્ટફોનનું વેચાણ ડબલ થયાનું અને પ0 લાખ મોબાઇલ વેચાણનું કંપનીના મેનેજીંગ ડાયરેકટર મનુકુમાર જૈને ટવીટ કર્યુ હતું.
ક્ધઝયુમર ગુડઝ ઉપરાંત મારૂતી,હુંડાઇ,મર્સીડીઝ જેવી ઓટો કંપનીઓનું વેચાણ પણ નવરાત્રીમાં વધતા દિવાળીની ખરીદી વિશે નવો આશાવાદ ઉભો થયો છે. મારૂતીની કારનું વેચાણ દસ ચાર દિવસમાં 9પ000 યુનિટનું હતું જે ગત વર્ષ કરતા ર0 ટકા વધુ હતું.

Share Now