સુપ્રીમ કોર્ટે 26 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર સરકાર દ્વારા રિપબ્લિક ન્યૂઝ ચેનલના એડિટર અર્ણબ ગોસ્વામી સામે દાખલ કરવામાં આવેલી FIRની એક લિસ્ટ જમા કરવાનું કહ્યું છે.ગોસ્વામી સામે દાખલ કરવામાં આવેલી FIR પર બોમ્બે હાઈકોર્ટના સ્ટે સામે રાજ્ય સરકારની અપીલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બે અઠવાડિયા પછી થશે.અર્ણબ ગોસ્વામીને તેની રિપોર્ટિંગમાં વધારે જવાબદારી દેખાડવા માટે કોર્ટે અમુક આશ્વાસન પણ માગ્યા છે.અર્ણબે એક એફિડેવિટ દાખલ કરવાનું રહેશે, જેમાં તે જણાવશે કે તે તેવું કઈ રીતે કરશે.આ ઉપરાંત ગોસ્વામીએ કોર્ટને પોતાના અને રિપબ્લિક ચેનલ સામે ચાલી રહેલા મામલાની જાણકારી આપવાની છે.
હાઈકોર્ટમાં શું થયું હતું
30 જૂનના રોજ હાઈકોર્ટે અર્ણબ સામે દાખલ બે કેસ પર સ્ટે લગાવી દીધો હતો. એક કેસ પાલઘર મામલામાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સામે માનહાનિકારક ટિપ્પણી કરવાના સંબંધમાં છે.બીજો કેસ એપ્રિલમાં બાંદ્રા રેલવે સ્ટેશન પર પ્રવાસી શ્રમિકોના જમા થવાને લઇ સાંપ્રદાયિત નફરત ફેલાવા પર છે.કોર્ટે કહ્યું હતું કે ગોસ્વામી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે નહીં.મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટના આ આદેશના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.જેના પર 26 ઓક્ટોબરના રોજ ચીફ જસ્ટિસ બોબડે,જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને એલ નાગેશ્વ રાવની બેંચે સુનાવણી કરી.
સુપ્રીમ કોર્ટમાં શું થયું
મહારાષ્ટ્ર સરકાર દ્વારા રજૂ થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું,ધરપકડ કે પૂછપરછના સમન માટે 48 કલાકની નોટિસ જેવી અમુક શરતો થઇ શકતી હતી.પણ આ ઉપરાંત એવું લાગવું જોઇએ નહીં કે કોઈ કાયદાથી ઉપર છે.સિંઘવીએ કહ્યું કે હાઈકોર્ટમાં તેની અથોરિટી નથી.
તો અર્ણબ ગોસ્વામી દ્વારા રજૂ થયેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટમાં કહ્યું કે તેમના ક્લાઇંટ અને રિપબ્લિક ટીવીને મુંબઈ પોલીસ એપ્રિલ 2020થી ટારગેટ કરી રહી છે અને આખા એડિટોરિયલ સ્ટાફ સામે કેસ આમાં જ સામેલ છે.તેના પર CJI બોબડેએ પ્રેસની આઝાદીના મહત્વને સ્વીકાર કરતા કહ્યું કે તેઓ અર્થ એ નથી કે પત્રકારોને તેમના કામમાં ગુના વિશે સવાલ ન કરી શકાય. કોર્ટ તરીકે અમારી સૌથી મોટી ચિંતા સમાજમાં શાંતિ સ્થાપવાની છે.કોઈપણ પૂછપરછથી બચી શકે નહીં.અમે એ સુનિશ્ચિત કરી શકીએ છીએ કે પૂછપરછ અંગત અને મર્યાદાથી થાય,પણ અમે ઈચ્છીશું કે તમે પણ જવાબદારીથી કામ લો.
સાલ્વેએ કહ્યું કે,તેઓ કોર્ટની વાત સમજી ગયા છે પણ તેમણે એ વાત પર ભાર આપ્યો કે જે FIR પર કોર્ટમાં દલીલ કરી રહ્યા છો,તેને ફેસ વેલ્યૂ પર લઇ શકો નહીં. તેના પર ચીફ જસ્ટિસે કહ્યું કે,અર્ણબ ગોસ્વામીની રિપોર્ટિંગના કોઈપણ મોડલ સ્ટાન્ડર્ડને અપનાવવાની જરૂર નથી,પણ જો ક્લીઅરલી કહું તો હું બર્દાસ્ત કરી શકતો નથી.આ આપણા સાર્વજનિક સંવાદનું સ્તર ક્યારેય હોતું.તેમણે એ વાત પર પણ ભાર આપ્યો કે રોજ સુપ્રીમ કોર્ટમાં રિપબ્લિક ટીવીથી જોડાયેલ એક કે બે કેસો આવતા રહે છે.કોર્ટે હરીશ સાલ્વેને એફિડેવિટ દાખલ કરવાનું કહ્યું છે,જેમાં અર્ણબ ગોસ્વામીને જણાવવાનું રહેશે કે તે આ સંબંધમાં શું કરશે.