જમ્મુ કાશ્મીરમાં BJP યુવા મોરચાના મહાસચિવ સહિત ત્રણની હત્યા,મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યુ

327

જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીના વધુ એક કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે.હવે કુલગામમાં આતંકવાદીઓએ BJP યુવા મોરચાના મહાસચિવ ફિદા હુસેન સહિત ત્રણ નેતાઓને હત્યા કરી છે.બે અન્ય નેતાઓની ઓળખ ઉમર રશીદ બેગ અને અબ્દેર રશીદ બેગ તરીકે થઇ છે.કુલગામ પોલીસને રાત્રીના આઠ વાગ્યે આ આતંકવાદી હુમલાની માહિતી મળી હતી. માહિતી બાદ જમ્મુ અને કાશ્મીર પોલીસના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.પ્રાથમિક તપાસમાં જાણ થઇ છે કે આતંકવાદીઓએ BJPના ત્રણેય નેતાઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે,જેમની ઓળખ ફિદા હુસૈન,ઉમર રશીદ બેગ અને અબ્દેર રશીદ બેગના રૂપમાં થઇ હતી.આ હુમલામાં ત્રણેય ઘાયલ થયા હતા.સારવાર માટે ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલીસે આ મામલે કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે.તપાસ ચાલુ છે.વિસ્તારની ઘેરાબંદી કરીને આતંકવાદીઓને પકડવાની હિલચાલ ઝડપી બની છે.કુલગામ ઉપરાંત શોપિયાંમાં પણ આતંકવાદી હુમલો થયો છે.આમાં એક યુવક ઘાયલ થયો છે.તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ BJPના ત્રણ નેતાઓની હત્યા પર ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે.તેમણે કહ્યું કે, ત્રણ યુવા કાર્યકર્તાઓની હત્યાની હું નિંદા કરું છું.તેઓ જમ્મુ અને કાશ્મીરમાં સારું કામ કરી રહ્યા હતા.દુખના આ સમયમાં મારી સંવેદનાઓ તેમના પરિવારની સાથે છે.

જમ્મુ અને કાશ્મીરમાં સતત BJP નેતાઓ પર હુમલા થઇ રહ્યા છે.વીતેલા મહિને મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં BJPના એક કાર્યકર્તાને ગોળી મારી હતી. બડગામના દલવાશ ગામમાં એક BJP કાર્યકર્તાની અને બ્લોક વિકામ પાર્ષદની પણ કથિત રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

Share Now