ગેંગસ્ટર રવિ પુજારીને એર ફ્રાન્સની ફ્લાઈટથી બેંગલુરુ લાવવામાં આવ્યો

311

રવિ પુજારી વિરુદ્ધ ઈન્ટરપોલે પણ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે

એજન્સી, બેંગલુરુ

ગેંગસ્ટર રવિ પુજારીને આખરે પ્રત્યર્પિત કરીને ભારત લાવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, રવિ પુજારીને દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવ્યો છે. એર ફ્રાન્સની ફ્લાઈટ મારફતે મોડી રાત્રે રવિને બેંગલુરુ એરપોર્ટ લાવવામાં આવ્યો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, દક્ષિણ આફ્રિકના એક સુદૂર ગામમાંથી સેનેગલના અધિકારી, ભારતના રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો) અને મેંગલુરુ પોલીસના સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શનિવારે રવિ પુજારીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી ભારતીય અધિકારી પુજારીને દેશમાં પરત લાવવાના પ્રયાસમાં લાગ્યા હતા.

મહત્વની વાત એ છે કે પુજારીની વિરુદ્ધ ઈન્ટરપોલે પણ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. તેની વિરુદ્ધ બોલીવૂડ સ્ટાર્સ અને જાણીતા વેપારીઓને ધમકી આપવાની સહિત 200 કેસ દાખલ છે.

Share Now