કેરળ સોનાની દાણચોરીનો કેસ : મુખ્ય આરોપી રબીસ હમીદને 5 દિવસની એનઆઈએ કસ્ટડીમાં મોકલ્યો

348

નવી દિલ્હી, 02 નવેમ્બર : કેરળ સોનાની દાણચોરીના કેસમાં,કોચીની વિશેષ અદાલતે આ કેસના મુખ્ય આરોપી રબીસ હમીદને આજે,રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ની કસ્ટડીમાં 5 દિવસ માટે મોકલી આપ્યો છે.યુએઈ સરકાર દ્વારા ઈન્ટરપોલ બ્લુ કોર્નરની નોટીસ બાદ એનઆઈએએ, 26 ઓક્ટોબરના રોજ કોચી એરપોર્ટથી ફરાર આરોપીની ધરપકડ કરી હતી.

સોમવારે એનઆઈએએ અહેવાલ આપ્યો હતો કે,કેરળના અર્નાકુલમ જિલ્લાના મુવાટ્ટપુઝામાં રહેતો રબીસ હમીદ (42) કેરળ સોનાની દાણચોરીના કેસમાં મુખ્ય આરોપી છે.આ કેસ ત્રિવેન્દ્રમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતે,એર કાર્ગોમાં રૂ. 14.82 કરોડના 30 કિલો સોનાની કબજો (પ્રિવેન્ટિવ) કમિશનરેટ,ડિપ્લોમેટિક ગુડ્સના કોચિન દ્વારા જપ્ત કરાયો હતો. મુખ્ય આરોપી રબીસ ફરાર થઈ ગયો હતો.યુએઈ સરકારે ઇન્ટરપોલની બ્લુ કોર્નર નોટિસ પાઠવી હતી. 26 ઓક્ટોબરના રોજ દુબઇ થી રબિસને કોચી આંતરરાષ્ટ્રીય વિમાનમથક આવ્યો, જ્યાં એનઆઈએ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી.

એનઆઈએના અનુસાર, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં રહેતી વખતે,રબીસ હમીદે રાજદ્વારી માલના માધ્યમથી ભારતની દાણચોરી માટે પૈસાની વ્યવસ્થા કરવા અને દુબઈથી સોનુ ખરીદવા માટે અન્ય આરોપીઓ સાથે કાવતરું ઘડ્યું હતું.તે થકી યુએઈમાં ઇલેક્ટ્રોનિક્સ અથવા વિદ્યુત ઉપકરણો અને ઘરેલુ સામાનમાં સોના છુપાવવા માટે, રાજદ્વારી માલ દ્વારા તિરુવનંતપુરમમાં ફાળો આપવાની દાણચોરી કરવામાં આવી હતી.

કેરળમાં સોનાની દાણચોરીનો મામલો, સૌથી પહેલા ત્યારે સામે આવ્યો જ્યારે પી.એસ. યુએઈ ના દુતાવાસમાં ભૂતપૂર્વ કર્મચારી સરિથની 5 જુલાઈએ કસ્ટમ વિભાગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.આ પછી યુએઇના દૂતાવાસના ભૂતપૂર્વ કર્મચારી સ્વપ્ના સુરેશનું નામ આવ્યુ હતુ.સ્વપ્ના કેરળના આઇટી વિભાગ સાથે સંકળાયેલી હતી અને તેના સંબંધો,મુખ્યમંત્રી સુધી કથિત રીતે ફેલાય છે.કેરળના વરિષ્ઠ આઈએએસ અધિકારી એમ. શિવશંકરે પણ તેમને મદદ કરી છે. પાછળથી એનઆઈએની પૂછપરછમાં સ્વપ્નાએ શિવશંકર તેના ગુરુ હોવાનુ બહાર આવ્યુ હતુ.

નોંધનીય છે કે,એનઆઈએ આ મામલે અત્યાર સુધીમાં રબીસ હમીદ,સ્વપ્ના સુરેશ અને સંદીપ નાયરની સાથે કુલ 30 લોકોની ધરપકડ કરી છે.એનઆઈએ ઉપરાંત, ઇડી, ડીઆરઆઈ, કસ્ટમ્સ અને આવકવેરા પણ આ મામલાની તપાસ કરી રહ્યા છે.આ કેસમાં તાજેતરની ધરપકડ રબીસ હમીદની છે.વિશેષ અદાલતે તેમને સોમવારે પાંચ દિવસની એનઆઈએ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

Share Now