નવી દિલ્હી, તા.૩: ફ્રાન્સે માલીમાં બુરકિનો ફાસો અને નાઇઝરની સીમા નજીક એર સ્ટ્રાઇક કરીને ૫૦થી વધુ આતંકીઓને ઠાર કર્યા છે.આ જિહાદી આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા હતા. ફ્રેન્ચ સરકારે જણાવ્યુ કે ઇસ્લામિક આતંકવાદ સામે ઝઝૂમી રહેલા સેન્ટ્રલ માલીમાં માલી સેનાની મદદ કરવા માટે ફ્રાન્સે એર સ્ટ્રાઇક કરી જેમાં આ આતંકીઓ ઠાર મરાયા છે.ફ્રાન્સના રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લેએ માલીની સરકાર સાથે મુલાકાત બાદ કહ્યું કે,ફ્રાન્સની સરકાર જિહાદીઓ સામે ઓપરેશન બરખાને ચલાવી રહી છે.જેના અંતર્ગત ૩૦ ઓકટોબરે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં ૫૦થી વધુ આતંકીઓ ઠાર મરાયા,તેમના હથિયાર જપ્ત કરી લેવામાં આવ્યા અને અનેક આતંકીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
નાઇજરના રાષ્ટ્રપતિ મહામદૌ ઇસ્સૌફૌ અને રક્ષા મંત્રી ઇસ્સૌફૌ કટામ્બે સાથે મુલાકાત બાદ ફ્રાન્સની રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લેએ જણાવ્યું કે,એર સ્ટ્રાઇકમાં ઓછામાં ઓછી ૫૦ મોટરસાઇકલ બરબાદ થઇ ગઇ છે.આ ઓપરેશન ત્યારે શરૂ કરવામાં આવ્યું જયારે એક ડ્રોને આ ક્ષેત્રમાં આતંકીઓ શોધી કાઢ્યા.
જયારે આતંકી ડ્રોનની નજરથી બચવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે બે મિરાજ ફાઇટર જેટ્સ અને એક ડ્રોન મોકલવામાં આવ્યા,જેણે મિસાઇલથી આતંકીઓનું કામ તમામ કરી નાંખ્યુ, તેમણે કહ્યુ કે ૪ આતંકીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.આ ઉપરાંત વિસ્ફોટક અને સુસાઇડ વેસ્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.તેમણએ દાવો કર્યો કે આ આતંકી સેનાને નિશાન બનાવવા જઇ રહ્યાં હતા.
ફ્રાન્સની રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લેએ કહ્યું કે,આ ઓપરેશન ઉપરાંત ફ્રાન્સ ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ઘ ગ્રેટર સહારામાં એક ઓપરેશન ચલાવી રહ્યુ છે જેમાં ફ્રાન્સના ૩૦૦૦ સૈનિક સામેલ છે. ફ્લોરેન્સ પાર્લેએ કહ્યું કે,ઓપરેશન બરખાને અલ-કાયદાના આતંકી સંગઠન અંસાર-ઉલ-ઇસ્લામ માટે મોટો ઝટકો સાબિત થયો છે,જેનો લીડર ઇયાદ અગ દ્યાલી છે. તે જૂન ૨૦૨૦માં અલ-કાયદા કમાન્ડર અબ્દેલમલેક ડ્રકડેલના મોત બાદ સૌથી મોટો જિહાદી લીડર બનીને ઉભરી આવ્યો હતો.જણાવી દઇએ કે પીસકીપીંગ મિશન અંતર્ગત સંયુકત રાષ્ટ્રના ૧૩,૦૦૦ શાંતિ દૂત માલીમાં તૈનાત છે.
ફ્રાંસની સરકારનું કહેવું છે કે તેની સેનાએ મધ્ય માલીમાં હવાઈ હુમલામાં અલ કાયદા સાથે સંકળાયેલા 50 થી વધુ જેહાદીઓની હત્યા કરી દીધી છે.
વર્ષ 2015 માં ફ્રાન્સનાં મેગ્જીન ચાર્લી એબ્દોએ ઇસ્લામ ધર્મનાં પ્રોફેટ મોહમ્મદ સાહેબનું કાર્ટૂન બનાવ્યું હતું.
જે બાદ તેમની ઓફિસ પર આતંકી હુમલો થયો હતો.તાજેતરમાં તે કાર્ટૂન અંગે ફરી વિવાદ શરૂ થયો હતો અને ફ્રાન્સને ઘણા આતંકી હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ફ્રાન્સ હવે આતંકવાદીઓને ખતમ કરવા મક્કમ બન્યુ છે.ફ્રેન્ચ એરફોર્સે બુર્કીનો ફાસો અને નાઇજરની સરહદ નજીક, બુર્કીમાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 50 અલ-કાયદાનાં આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.
સોમવારે ફ્રાન્સની સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનનાં અનુસાર આતંકવાદ વિરુદ્ધ તેમનું ઓપરેશન ચાલુ છે.હાલમાં,મધ્ય માલીમાં અલ કાયદાનાં આતંકવાદીઓની પ્રવૃત્તિઓમાં વધારો થયો હતો.જેના કારણે ફ્રાન્સ માલી સેનાની મદદ કરવા આગળ આવ્યું અને હવાઈ હુમલો કર્યો.આ હુમલામાં 50 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ફ્રાંસની સરકારે આ આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા આ ઓપરેશનનું નામ ‘ઓપરેશન બરખાને’ રાખ્યું છે.જે અંતર્ગત ઘણા આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.તેમજ તેમના હથિયારો જપ્ત કરાયા હતા.
ફ્રાન્સ એરફોર્સનાં જણાવ્યા અનુસાર,બુર્કીનો ફાસો અને નાઇજરની સરહદ નજીક સૌથી પહેલા ડ્રોન શરૂ કરવામાં આવ્યું હતું.આ સમય દરમિયાન ત્રણ સરહદોની વચ્ચે મોટો કાફલો હતો, જેમા મોટર સાયકલ અને વાહનોનો સમાવેશ થતો હતો. થોડા સમય પછી,આતંકવાદીઓને પણ આ કામગીરીની ભણકાર થતા અને તેઓ સર્વેલન્સ ટાળવા માટે ઝાડ નીચે સંતાઈ ગયા હતા. તે પછી જ,બે મિરાજ ફાઇટર વિમાન અને એક ડ્રોન પહોંચ્યા અને એક સાથે કેટલીક મિસાઇલ દાંગી દીધી. જેમા 30 મોટર સાયકલ પર સવાર 50 આતંકવાદીઓ માર્યા ગયા હતા.