મોસ્કો, તા.6 : વિશ્વની એક મહાસત્તા એવા અણેરિકામાં નવા પ્રમુખ વિશે રસપ્રદ જંગ જામ્યો છે.જ્યારે બીજી મહાસત્તા એવા રશિયાના પ્રમુખ બ્લાદિમીર પુતિન ગંભીર રોગમાં સપડાયા હોવાથી પ્રમુખપદ પરથી રાજીનામુ ધરી દેવાની તૈયારીમાં હોવાથી વિશ્વભરમાં ખળભળાટ છે.
ગંભીર બિમારીમાં સપડાયેલા પુતિન મોટા ભાગે આવતા વર્ષમાં પદતપાસ કરે તેવી અટકળો તેજ થઇ ગઇ છે.પુનિત પાર્કિસંસ (કંપવા)ની બિમારીથી માંઝાઇ રહ્યા છે તેઓને ગર્લફ્રેન્ડે પ્રમુખપદ છોડવાની સલાહ આપી છે અને તેના આધારે જાન્યુઆરી મહિનામાં પ્રમુખપદેથી રાજીનામુ ધરી ધ્યે તેવી શક્યતા છે.
રશિયા પર છેલ્લા બે દાયકાથી શાસન કરી રહેલા પુતિનને હવે પ્રમુખપદ છોડવા માટે તેની ગર્લફ્રેન્ડ અલીના કબાઇવા તથા બન્ને પુત્રીઓએ સલાહ આપી છે. પુતિનની છેલ્લી તસ્વીરો જારી ગયા પછી રાજીનામાની અટકળો તેજ થઇ ગઇ છે.રિપોર્ટમાં તેમ કહેવાયું છે કે હવે પદત્યાગ કરવા પુતિને મન બનાવી લીધું છે.
મોસ્કોના રાજકીય નિષ્ણાંત કલેરી ઓલોવેઇને ટાંકીને બ્રીટીશ અખબાર ધ સનના રીપોર્ટ પ્રમાણે પુતિનને પદત્યાગ કરવા માટે ગર્લફ્રેન્ડને બન્ને પુત્રીઓ દબાણ કરી રહ્યા છે.પુતિન પર તેમના પરિવારનો મોટો પ્રભાવ છે.પુતિન મોટાભાગે જાન્યુઆરી મહિનામાં જ સત્તાનો ત્યાગ કરી શકે છે.તેઓ પાર્કિસંસની બિમારીથી ઝઝુમી રહ્યા છે.તેઓની છેલ્લી તસ્વીરોમાં પણ બિમાર હોવાનું માલુમ પડી રહ્યું છે.પુતિન વારંવાર પોતાના પગની વારંવાર મુવમેન્ટ કરતા દેખાયા હતા તેના આધારે તેઓને સખ્ત દર્દ હોવાની અટકળ હતી.
રશિયામાં પ્રમુખ પુતિનને ફોજદારી કાર્યવાહીમાંથી આજીવન મુક્તિ આપવાનો કાયદો લાવવાની તૈયારી થઇ રહી છે તેવા સમયે તેમના સંભવિત રાજીનામાની અટકળોથી વિશ્વભરમાં ખળભળાટ છે.આ કાયદાને ખુદ પુતિને જ રજાુ કર્યો છે અને તે અંતર્ગત આજીવન ફોજદારી કાર્યવાહીમાંથી મુક્તિની જોગવાઇ છે.