મુંબઈ,તા.૨૪
શુક્રવારે આયુષ્માન ખુરાનાની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાન અને વિક્કી કૌશલની ભૂત એક સાથે રીલિઝ થઇ. બંને ફિલ્મોને સમીક્ષકોએ પણ વખાણી હતી. અને દર્શકોએ પણ પસંદ કરી હતી. પણ ત્રણ દિવસના કલેક્શનમાં આ બંને ફિલ્મોમાંથી કોણ વધુ હિટ સાબિત થઇ છે તે બહાર આવ્યું છે. આ ફિલ્મ કલેક્શન પર નજર કરતા ખબર પડે છે કે આયુષ્માન વિક્કી કૌશલથી આગળ નીકળી ગયા છે.
સૌથી પહેલા વાત કરીએ છીએ આયુષ્માનની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ની શુક્રવારે જ રીલિઝ સાથે જ આ ફિલ્મે સારી ઓપનિંગ કરી હતી. ત્રણ દિવસમાં આ ફિલ્મના ક્લેક્શનમાં થોડો વધારો થયો છે. ત્રીજા દિવસે આ ફિલ્મ ૧૧ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્યાં જ બીજા દિવસ ૧૧.૮ કરોડ રૂપિયા કમાયા હતા. તો પહેલા દિવસે ફિલ્મ ૯.૫૫ કરોડની કમાણી કરી હતી. આમ કુલ ૩ દિવસમાં ફિલ્મે ૩૧ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બીજી તરફ વિક્કી કૌશલ ભૂત પાર્ટ ૧ ઃ ધ હોન્ટેડ શિપ ત્રીજા દિવસે ૫.૪૦ કરોડનું કલેક્શન કર્યું છે. બીજા દિવસે આ ૫.૫૨ કરોડ રૂપિયાની કમાણી કરી. અને પહેલા દિવસે આ ફિલ્મે ૫.૧૦ કરોડનું કલેક્શન કર્યું હતું. અત્યાર સુધીમાં આ ફિલ્મે ૧૬.૦૨ કરોડનું કલેક્શન કરી ચૂકી છે. આ ફિલ્મના કલેક્શનને જોતા તે સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ આયુષ્માન સામે સારી ભીડ આપી છે.
બોક્સ ઓફિસ પર ‘શુભ મંગલ’નો દબદબો, ૩ દિવસમાં કરી ૩૧ કરોડની કમાણી
Leave a Comment