– આરએસએસ પર પણ શાબ્દિક હુમલો કર્યો
હૈદરાબાદ તા.21 નવેંબર : ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ-મુસ્લિમીન (AIMIM)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વધુ એકવાર હિન્દુત્વ પર શાબ્દિક હુમલો કર્યો હતો. એણે ટ્વીટર પર લખ્યું હતું કે હિન્દુત્વ એક એવા જૂઠ્ઠાણા પર રચાયું છે કે તમામ પોલિટિકલ સત્તા એક ચોક્કસ સમુદાય પાસે હોવી જોઇએ.
તેમણે ટ્વીટ કરી કે હિન્દુત્વ એવા જૂઠાણાં પર રચાયેલું છે કે તમામ પોલિટિકલ પાવર્સ ફક્ત એક સમુદાય પાસે જોવો જોઇએ.એમાં મુસ્લિમોને ક્યાંય સ્થાન નથી. એ લોકો દ્રઢપણે માને છે કે મુસ્લિમોને રાજકીય અધિકાર ન હોવા જોઇએ.પરંતુ સંસદ અને વિધાનસભાઓમાં મુસ્લિમોની હાજરી એક રીતે જોતાં હિન્દુત્વ સામે આપણે મેળવેલું રક્ષણ છે.
ઓવૈસીએ લખ્યું કે જો મુસ્લિમો ધારાસભા અને સંસદની બહાર નીકળી જાય તો સૌથી વધુ આનંદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને થશે.ઓવૈસીએ ભારપૂર્વક નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સનો વિરોધ નોંધાવ્યો હતો.તેમણે કહ્યું કે નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝનનો અમલ શરૂ થશે એ સાથે અમારા તરફથી એના વિરોધનો પણ જોરદાર આરંભ થશે.
ટ્વિટના જવાબમાં ટ્વીટ
AIMIM ચીફ સંઘ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે જો અમે સરળતાથી સંસદ અથવા વિધાનસભા જતા રહીએ છીએ.તો તેનાથી સંઘ એકદમ ખુશ થશે. ઓવૈસીએ આ ભડકાઉ નિવેદનબાજી તે ટ્વીટના જવાબમાં કરી, જેમાં તેમની સાથે સંકળાયેલા સમાચારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે ‘હિંદુત્વ આ જુઠ પર બનેલો છે તે ફક્ત એક જ સમુદાય પાસે તમામ રાજકીય શક્તિ હોવી જોઇએ.
કોઇ તક છોડતા નથી
આમ તો કોઇ પહેલો મોકો નથી, આ પહેલાં પણ ઘણીવાર અસદુદ્દીન ઓવૈસી ભટકાઉ અને વિવાદાસ્પદ નિવેદન આપતાં રહ્યા છે.એમ કહેવું ખોટું નથી કે તે હિંદુઓ અને હિંદુત્વ વિરૂદ્ધ ઝેર ઓકવાનો મોકો છોડતા નથી.તો બીજી તરફ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (National Population Register- NPR)પર પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. AIMIM ચીફે કહ્યું કે નેશનલ પોપ્યુલેશન બનાવવાનું શિડ્યૂલ ફાઇનલ થઇ ચૂક્યું છે તો જલદી જ તેનો વિરોધનું પણ શિડ્યૂલ ફાઇનલ કરવામાં આવશે.અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (National Register of Citizens-NRC)નો પહેલો તબક્કો નેશનલ પોપુલેશન રજિસ્ટર છે.