સુરત : સુરતમાં એક મહિલાએ રસ્તા વચ્ચે જ હોબાળો મચાવતા પોલીસને સમગ્ર મામલો થાળે પાડતા પાડતા પરસેવો છુટી ગયો હતો.મહિલાએ રસ્તા વચ્ચે આવી જઇને મારો પતિ મારી સાથે ખરાબ કામ કરાવે છે તેવુ કહીને રસ્તા પર હોબાળો મચાવ્યો હતો.સુરતના અઠવા રોડ પાસે આ ઘટના બની હતી.બીજી તરફ બનાવની જાણ થતા ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.મહિલાએ પોતાની પાસે પોલીસ મથકે લઇ ગઇ હતી.સુરતમાં મહિલાએ કલેક્ટર કચેરી સામે જાહેર રસ્તા પર કામરેજમાં રહેતી મહિલાએ હોબાળો કર્યો હતો.
મહિલા દ્વારા સારરિયા સામે બેફામ આક્ષેપો કરતા રસ્તા પર બેસી ગઇ હતી. ટ્રાફિક હોવા છતા મહિલા રસ્તા પર બેસી જતા ટ્રાફીક જામ થયો હતો.મહિલા સાથે સમજાવટથી કામ લેવાનો પ્રયાસ કર્યો હતો.જો કે મહિલા સતત રાડો પાડીને પોલીસ અને સાસરિયા તથા પતિ સામે બેફામ આક્ષેપ કરવાની સાથે મરી જવું છે તેવી બુમાબુમ કરી રહી હતી.ટ્રાફીક પોલીસે ઉમરા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મહિલાને લઇ જઇને તેના આક્ષેપોના આધારે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે.
મહિલા દ્વારા સાસરિયા દ્વારા ત્રાસ અપાયો હોવાનો આક્ષેપો કર્યા હતા.મહિલાએ કહ્યું કે,મારી વાત કોઇ સાંભળવા તૈયાર નથી.બધા જ કાગળ હોવા છતા કોઇ કાર્યવાહી થઇ નથી તેથી મારે મરી જવું છે.જો કે ઉમરા પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા બાદ પણ મહિલાએ બુમાબુમ ચાલુ કરી હતી.જો કે મહિલાઓનો તમાશો જોતા મોટા પ્રમાણમાં લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા.