નવી દિલ્હી તા.10 : આગામી નવ વર્ષનાં જાન્યુઆરી માસથી જીએસટીનાં રિર્ટનનાં નિયમોમાં ફેરફાર થનાર છે.આ ફેરફારથી નાના વેપારીઓને ઘણી રાહત મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટી સિસ્ટમને સરળ બનાવવાનાં હેતુથી સરકાર સેલ્સ રીર્ટન દાખલ કરવા અંગે વધુ પગલા લેવાની તૈયારી કરી રહી છે.વર્ષમાં રૂા.પ કરોડ સુધીનું ટર્ન ઓવર કરવા વાળા નાના ધંધાર્થીઓએ આવતા જાન્યુઆરી માસથી ચાર રીર્ટન ભરવા પડશે.આ વિગતો નાણા વિભાગનાં સુત્રોએ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં વેપારીઓને માસિક આધાર પર 12 રીર્ટન (જીએસટીઆર 3બી) ભરવાનાં હોય છે.
આ ઉપરાંત 4 જીએસટીઆર વન ભરવાનાં હોય છે.નવા નિયમો લાગુ થયા બાદ કરદાતાઓને માત્ર 8 રિર્ટન ભરવાનાં થશે.જેમાં જીએસટીઆર 3 બી અને 4જીએસટીઆર વન ભરવાનાં રહેશે.સૂત્રોનાં જણાવ્યા અનુસાર ટેકસનાં માસિક ચુકવણા યોજના સાથે રીર્ટન ભરવાની અસર અંદાજે 94 લાખ કરદાતાઓ ઉપર પડશે. એટલે કે જીએસટીમાં નોંધાયેલા ધંધાર્થીઓને મોટી સંખ્યામાં ફાયદો થશે.સૂત્રોએ એવુ પણ જણાવેલ હતું કે આ યોજનાને ઇનપુટ ટેક્ષ ક્રેડીટ ઉપલબ્ધ કરાવવા પણ લાગુ કરાશે.આ યોજના અંતર્ગત ઇનવોઇસ દાખલ કરવાની સુવિધાનો વિકલ્પ પણ અપાશે.