વોશીંગ્ટન : અમેરિકાના એક ટોચના અધિકારીએ સ્પષ્ટ કરેલ છે કે પાકિસ્તાનમાં સરકાર કાયદો બનાવી ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે.ભારતમાં આ પ્રકારના મોટા ભાગના મામલાઓ સાંપ્રદાયિક હિંસાના છે. આ કારણ છે કે અમેરિકાએ પાકિસ્તાનને એ દેશોની યાદીમાં સામેલ કર્યુ છે,જયાં ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન વિશેષ ચિંતાનો વિષય છે જયારે ભારત છ દેશોની આ સૂચીમાં સામેલ નથી.આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા માટે એમ્બેસેડરએટ લાર્જ સૈમુઅલ બ્રાઉનબેકે જણાવેલ કે આ એ જ કારણ છે કે જેના આધાર ઉપર પાકિસ્તાન સીપીસીની યાદીમાં છે અને ભારત નથી.તેમણે વધુમાં જણાવેલ કે ચીનમાં પરાણે દુલ્હન બનાવવાનો એક સ્ત્રોત પાકિસ્તાનનો અલ્પ સંખ્યક સમુદાય છે.ખ્રીસ્તી અને હિન્દુ મહિલાઓને ચીનમાં પરાણે મોકલવામાં આવે છે.ધાર્મિક અલ્પ સંખ્યકો સાથે આ ભેદભાવ થાય છે.