આગ્રા,તા.૧૧: દારૂના શોખિનો કયારેક વિચારતા હશે કે ઘરનો નળ ખોલે અને દારૂ નિકળે અથવા તો પોતાની પાસે દારૂની ટાંકી કે કુવો હોય જે સદાય દારૂથી ભરેલો જ રહે.આવુ ફિલ્મ હેરાફેરીમાં બાબુરાવનુ અફલાતુન પાત્ર ભજવનાર પરેશ રાવલે સ્વપ્ન
જોયુ હતું.
જયા ગામડામાં લોકો પાણી માટે કુવો ખોદે છે.હેંડ પંપ લગાવે છે.પરંતુ આગરાના બાહ ચોસીગી ગામમાં એવુ સામે આવ્યુ કે જેનાથી પોલીસ અને ગ્રામ્યજનોને આશ્ચયચકિત થઈ ગયા.શરાબના શોખિનો માટે,દારૂની હેરાફેરી કરનારે ૪૦ ફુટ ઊંડો કુવો ખોદી નાખ્યો.કુવામા શરાબની બાટલીઓ ભરી દીધી હતી.દારૂ પિવાના શોખિનો આ કુવા પાસે આવતા હતા અને ત્યા દારૂની કિંમત ચુકવીને દારૂ લઈ જતા હતા.
પોલીસે દારૂનો કુવો બનાવીને સંગ્રહ અને વેચાણ કરનારને પકડી પાડ્યો છે.પિનાહટ પોલીસે ભદરોલી નજીક ચેકીગમાં દારૂના જથ્થા સાથે એક વ્યકિતને પકડ્યો હતો.જેની પુછપરછમાં પોતાનુ નામ ટિકુ અને ગામ ચૌસીગી જણાવ્યુ હતું.તેણે કહ્યું હતું કે પોતે દારૂની હેરાફેરી કરે છે અને ગામમાં દારૂ છુપાવવા માટે કુવો ખોદીને તેમાં દારૂનો જથ્થો સંતાડ્યો છે.અને ઓછા ભાવે દારૂનુ વેચાણ કરે છે.પિનાહટ પોલીસે ભદરોલી નજીક ચેકીગમાં દારુના જથ્થા સાથે એક વ્યક્તિને પકડ્યો હતો. જેની પુછપરછમાં પોતાનુ નામ ટિકુ અને ગામ ચૌસીગી જણાવ્યુ હતું.તેણે કહ્યું હતું કે પોતે દારુની હેરાફેરી કરે છે અને ગામમાં દારુ છુપાવવા માટે કુવો ખોદીને તેમાં દારુનો જથ્થો સંતાડ્યો છે.અને ઓછા ભાવે દારુનુ વેચાણ કરે છે.