ન્યુ દિલ્હી,તા.૨૪
પૂર્વ રાજ્ય નાણાંપ્રધાન જયંત સિંહાએ ભારતની અર્થવ્યવસ્થા મુદ્દે મોટું નિવેદન કર્યું છે. જયંત સિંહાએ દાવો કર્યો છે કે જો કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૪ સુધી પાંચ ટ્રિલીયન ડોલર એટલે કે ૩૫૦ લાખ કરોડ રૂપિયાની અર્થ વ્યવસ્થા બનાવવાનો લક્ષ્યાંક કરી લે તો દેશમાંથી ગરીબી નાબૂદ થઇ જશે. જયંત સિંહાએ કહ્યું કે ઈતિહાસમાં ક્યારેય પણ કોઈ પણ દેશે આ કામ કર્યું નહીં હોય. આથી જો ભારત આ લક્ષ્યાંક હાંસલ કરશે તો તે ઐતિહાસિક અને ક્રાંતિકારી ઉપલબ્ધી હશે.
તેમણે કહ્યું કે આજના સમયમાં આપણી અર્થવ્યવસ્થા ૨૦૦ લાખ કરોડ રૂપીયાની છે. જ્યારે આપણે પાંચ અરબ ડૉલર સુધી પહોંચી જશંહ ત્યારે આપણું ઉત્પાદન ૩૫૦ લાખ કરોડ રૂપીયા થઈ જશે. જે લગભગ બમણું હશે. આ લક્ષ્ય આપણે જ્યારે હાંસલ કરી લેશું ત્યારે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશું. અને આપણાથી આગળ ફક્ત અમેરીકા અને ચીન જ હશે. ઉલ્લેખનીય છે કે આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારતથી આગળ અમેરિકા અને ચીન ઉપરાંત જાપાન અને જર્મની પણ છે.
૨૦૨૪ સુધી પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનતાં જ દેશમાંથી ગરીબી નાબૂદ થશે
Leave a Comment