૨૪ કલાકમાં ૪૪૨ લોકોના મોતઃ ૩૦૦૦૬ નવા કેસ

268

નવી દિલ્હી, તા.૧૨: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસની સંખ્યા ૩,૫૯,૮૧૯ થઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના નવા ૩૦,૦૦૬ કેસ નોંધાયા છે.આ સાથે દેશમાં અત્યાર સુધી કુલ નોંધાયેલા કેસની સંખ્યા ૯૮,૨૬,૭૭૫ થઈ છે.આ સાથે જ દેશમાં ૯૩,૨૪,૩૨૮ લોકો કોરોનાથી સાજા થયા છે.છેલ્લા ૨૪ કલાકમાં ૩૦ હજાર નવા કેસની સામે ૩૩,૪૯૪ લોકો સાજા થયા છે.દેશમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૪.૯ ટકા છે.મોતની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકમાં ૪૪૨ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.દેશમાં મોતનો દર ૧.૫ ટકા છે.આ સાથે જ દેશમાં કોરોનાથી અત્યાર સુધી કુલ ૧,૪૨,૬૨૮ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.

ટેસ્ટિંગની વાત કરીએ તો ૧૧જ્રાક ડિસેમ્બરના રોજ દેશમાં કુલ ૧૦,૬૫,૧૭૬ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી.આ સાથે જ દેશમાં અત્યાર સુધી કુલ ૧૫,૨૬,૯૭,૩૯૯ ટેસ્ટ કરવામાં આવી ચુકયા છે.છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હી,મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે મોત નોંધાયા છે.આ રાજયોમાં ક્રમશૅં ૬૦, ૮૭ અને ૫૦ લોકોનાં મોત કોરોનાથી થયા છે.

કોરોના હાઇલાઇટ્સઃ ૩૦ હજાર નવા કેસ સામે ૩૩.૫ લોકો સાજા થયા. સક્રિય કેસમાં ૩.૯ હજારનો ઘટાડો નોંધાયો.કેરળમાં ૪.૬ હજાર, મહારાષ્ટ્રમાં ૪.૩ હજાર અને પશ્યિમ બંગાળમાં ૩.૭ હજાર નવા કેસ નોંધાયા છે.આ તારીખે વિશ્વમાં અંદાજે સાત લાખ નવા કેસ નોંધાયા છે,જે અત્યાર સુધી સૌથી મોટો આંકડો છે. દરરોજ થતા મોતના મામલે ભારત હાલ વિશ્વમાં આઠમાં નંબર પર છે.દરરોજ નવા કેસ મામલે ભારત ચોથા નંબર પર છે.અમેરિકામાં સતત ત્રીજા દિવસે ત્રણ હજારથી વધારે મોત નોંધાયા છે.અમેરિકામાં અત્યાર સુધી કોરોનાથી ત્રણ લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે.

અમેરીકામાં રાડ બોલી ગઈ : ૨૪ કલાકમાં અઢી લાખ કોરોના કેસ થયા : બ્રાઝીલમાં ૫૨ હજાર અને ભારતમાં સતત ઘટીને ૩૦ હજાર કેસ
અમેરીકા : ૨,૪૬,૫૩૦ નવા કેસ

બ્રાઝિલ : ૫૨,૭૭૦ નવા કેસ

ભારત : ૩૦,૦૦૫ નવા કેસ

રશિયા : ૨૮,૫૮૫ નવા કેસ

જર્મની : ૨૮,૩૪૪ નવા કેસો

ઈંગ્લેન્ડ : ૨૧,૬૭૨ નવા કેસો

ઈટલી : ૧૮,૭૨૭ નવા કેસો

ફ્રાન્સ : ૧૩,૪૦૬ નવા કેસો

કેનેડા : ૬,૭૭૨ નવા કેસો

જાપાન : ૨,૯૬૯ નવા કેસો

બેલ્જીયમ : ૨,૭૫૪ નવા કેસો

યુએઈ : ૧,૧૯૬ નવા કેસો

સાઉથ કોરીયા : ૬૮૮ નવા કેસ

હોંગકોંગ : ૮૬ નવા કેસ

ઓસ્ટ્રેલિયા : ૧૨ નવા કેસ

ભારતમાં કોરોના ઉડતી નજરે
નવા કેસો : ૩૦,૦૦૫

નવા મૃત્યુ : ૪૪૨

સાજા થયા : ૩૩,૪૯૪

કુલ કોરોના કેસો : ૯૮,૨૬,૭૭૫

એકટીવ કેસો : ૩,૫૯,૮૧૯

કુલ સાજા થયા : ૯૩,૨૪,૩૨૮

કુલ મૃત્યુ : ૧,૪૨,૬૨૮

૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૦,૬૫,૧૭૬

કુલ ટેસ્ટ : ૧૫,૨૬,૯૭,૩૯૯

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૧,૬૨,૯૫,૪૫૮ કેસો

ભારત : ૯૮,૨૬,૭૭૫ કેસો

બ્રાઝીલ : ૬૮,૩૬,૩૧૩ કેસો

Share Now