નવી દિલ્હી: દિલ્હીની સરહદો પર કૃષિ કાયદા વિરુદ્ધ થઈ રહેલા ખેડૂત આંદોલનનો આજે 19મો દિવસ છે.કોરોના મહામારી અને દિલ્હીમાં વધતી ઠંડી વચ્ચે ખેડૂતો હજુ પણ દિલ્હીની સરહદો પર ડટેલા છે.આ બધા વચ્ચે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના સમર્થન માટે જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા.યુપી ગેટ પર (ગાઝિયાબાદ-ગાઝીપુર બોર્ડર) પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ જામિયાના વિદ્યાર્થીઓનું સમર્થન લેવાની ના પાડી દીધી.
આ અંગે ડીસીપી અંશુ જૈને જણાવ્યું કે ખેડૂતો દ્વારા આ વિદ્યાર્થીઓના સમર્થનમાં સામેલ થવા અંગે આપત્તિ દર્શાવવામાં આવી.ત્યારબાદ પોલીસે તેમને પાછા મોકલી દીધા.ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે સરકાર ખેડૂતોની એક્તા તોડવા માંગે છે.
ટિકૈતે કહ્યું કે ખેડૂતો હવે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શનસ્થળ પર પહોંચી રહ્યા છે.આવામાં આ એક ઐતિહાસિક ઉપવાસ બનશે.અત્રે જણાવવાનું કે આજે ખેડૂતો સવારથી ઉપવાસ પર ઉતર્યા છે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.તમામ જિલ્લાના મુખ્યાલયોનો ઘેરાવો અને પ્રદર્શન તથા અનશન થઈ રહ્યા છે.