નવી દિલ્હી તા. ૧૫ : કોરોના મહામારીને પહોંચી વળવા હવે માત્ર એક જ ઉપાય છે તે છે રસીકરણ.આશા છે કે વિશ્વભરના દેશોને કોરોનાની રસી મળી જશે.જો કે આ બધાની વચ્ચે ‘ડાર્કનેટ’ પર નકલી રસીની કાળાબજારી શરૂ થઇ છે ત્યાં તેના માટે હજારો ડોમેન ચાલી રહ્યા છે.જે ૩૦૦ ડોલર સુધીમાં કથિત રસી વેચી રહ્યા છે.હાલના રિપોર્ટ મુજબ એક ગ્લોબલ સાઇબર સુરક્ષાફર્મ, ચેક પોઇન્ટ રીસર્ચે કેટલીક ચોંકાવનારી જાણકારી આપી છે તે મુજબ ઇન્ટરનેટ પર કોઇ એવી કોઇ પોસ્ટ મળી છે જે સારવાર માટે રેન્જ મુજબ વેકસીન ઉપલબ્ધ કરવાનો દાવો કરી રહી છે. તેમાં ૨૫૦ ડોલરમાં કોરોના વેકસીન ઉપલબ્ધ છે,હવે કોરોનાને કહો બાય-બાય અને ‘જલ્દી ખરીદો, કોરોના વેકસીન આવી ગઇ છે’ તેમ લખ્યું છે. ફર્મે એ જણાવ્યું કે ડાર્કનેટ પર કોરોના રસીનો વ્યાપર સ્તર પર પ્રચાર થઇ રહ્યો છે.
નકલી કોરોના વેકસીન અંગે યુરોપીય યુનિયનની એજન્સીઓને આ અંગે છેલ્લા સપ્તાહ સુધી એક ચેતવણી જાહેર કરી.તેમાં કહેવામાં આવ્યું,જ્યારે કોરોના વેકસીન ઉપલબ્ધ હશે નહીં.જોકે નકલી વેકસીન કોરોના કથિત સારવાર માટે અગાઉથી જ ઓફલાઇન અને ઓનલાઇન ઉપલબ્ધ છે.
ચેક પોઇન્ટ રિસર્ચે જણાવ્યું કે,શોધમાં જાણવા મળ્યું કે, દરેક વેકસીન વિક્રેતાઓને બિટકોઇનમાં ચુકવણી પર જોર આપવામાં આવ્યું છે.જેથી તેને પકડવાની શકયતા ઓછી રહે તેનાથી ડાર્કનેટ પર વેચાઇ રહેલી કોરોના વેકસીન પર શંકા સ્પષ્ટ રીતે દેખાય છે.એવા જ એક વિક્રેતાએ વાતચીતમાં જણાવ્યું કે, તે ૦.૦૧ બિટકોઇન એટલે કે અંદાજે ૩૦૦ ડોલરમાં વેકસીન ઉપલબ્ધ કરાવી રહી છે.